5-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી Tata Punch લોન્ચ, કિંમત 6 લાખ કરતા ઓછી

PC: tatamotors.com

Tata Motorsએ ભારતીય બજારમાં મોટો ધમાકો કર્યો છે. કંપનીએ Tata Punchને 5.4 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર ભારતીય બજારમાં ઉતારી છે. ગ્રાહક આ સબ-કોમ્પેક્ટ SUVની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કંપનીએ Tata Punchને ચાર વેરિયન્ટ્સમાં લોન્ચ કરી છે. Tata Motors દ્વારા Tata Punchને Pure, Adventure, Accomplished અને Creative એમ ચાર વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. Tata Punch Pureની શરૂઆતી કિંમત 5.49 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિયન્ટ Tata Punch Creativeની શરૂઆતી કિંમત 8.49 લાખ રૂપિયા છે.

જો તમે Tata Punch ખરીદવા માગતા હો, તો તમે 21 હજાર રૂપિયા આપીને તેનું બુકિંગ કરાવી શકો છો. તેનું પ્રી-બુકિંગ 4 ઓક્ટોબરથી ચાલુ થઈ ગયુ છે. ભારતીય બજારમાં Tata Punchનો Maruti Suzuki Ignis, Renault Kiger, Nissan Magniteની સાથોસાથ ટૂંક સમયમાં લોન્ચ થનારી Hyundai Casper અને Citroen C3 સાથે થવાનો છે. Tata Motorsનો દાવો છે કે, Tata Punch પોતાના સેગમેન્ટની સૌથી શ્રેષ્ઠ કાર છે. કંપનીનું કહેવુ છે કે, જે કિંમત પર Tata Punchને લોન્ચ કરવામાં આવી છે. તે ગ્રાહકોને પસંદ આવશે. આ સેગમેન્ટની અન્ય ગાડીઓ Tata Punchની સરખામણીમાં ઘણી મોંઘી છે.

સેફ્ટીની દ્રષ્ટિએ Tata Punchને ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. Tata Nexon અને Tata Altroz બાદ હવે Tata Punchને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ગ્લોબલ NCAPમાં Tata Punchને એડલ્ટ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શન માટે 5-સ્ટાર રેટિંગ (16453) અને ચાઈલ્ડ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શન માટે 4-સ્ટાર રેટિંગ (40891) મળ્યું છે.

Tata Punchમાં નવી પેઢીનું 1.2 લીટર રેવોટ્રોન બીએસ-6 એન્જિન છે. જે નવી ડાયના-પ્રો ટેક્નોલોજીની સાથે આવે છે. આ એન્જિન 85hpની તાકાત અને 113Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડ છે. આ ઉપરાંત, જરૂરિયાત પ્રમાણે સિટી અને ઈકો ડ્રાઈવ મૉડની પસંદગી પણ કરી શકાય છે.

માઈલેજની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે, Tata Punch મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં 18.97 kmpl અને ઓટોમેટિકમાં 18.82 kmpl માઈલેજ આપવામાં સક્ષમ છે. Tata Punch દેશની ટોપ-10 સેલિંગ કારોમાં સામેલ પ્રીમિયમ હેચબેક Maruti Swiftની 3.85 મીટરની લંબાઈ કરતા પણ નાની છે. Tata Punchની સાઈઝ 3.82 મીટર છે. Tata Punchને પ્રીમિયમ હેચબેક Altrozની જેમ આલ્ફા પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી છે.

Tata Punchમાં એક સામાન્ય SUVની જેમ 4 મેઈન ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને નાની સાઈઝમાં પણ એક સંપૂર્ણ SUV બનાવે છે. તેમા ઊંચુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, કમાન્ડિંગ ડ્રાઈવ પોઝિશન, તમામ લોકો માટે બેસવાની સારી સ્પેસ અને હાઈ-એન્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 193mm છે, જે હેચબેક કારોમાં સામાન્યરીતે 170mm સુધી હોય છે. તેમજ તેમા 16 ઈંચના ડાયમંડ કટ વ્હિલ્સ છે, જે તેની ડ્રાઈવને સ્મૂધ બનાવે છે.

માઈક્રો SUV Tata Punchમાં સેમી ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોની સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ફ્લેટ બોટમ સ્ટીયરિંગ, આઈઆરએ કનેક્ટેડ ફીચર પેક આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp