Tata Tiagoનું XTA વેરિયન્ટ ભારતમાં થયું લોન્ચ, કિંમત છે ફક્ત...

PC: tatamotors.com

Tata Motors પોતાની Tiago હેચબકનું નવું XTA વર્ઝન ભારતમાં લોન્ચ કરી દીધું છે. કંપનીએ ભારતીય માર્કેટમાં તેને 5.99 રૂપિયાની સાથે લોન્ચ કરી છે. આ નવા ટ્રીમના લોન્ચ પછી હવે ગ્રાહકોને Tiago લાઈન-અપમાં ચાર AMT વેરિયન્ટ્સ મળશે. Tiagoનું નવું XTA વેરિયન્ટ XT ટ્રીમ પર બેસ્ડ છે.

આ જ કારણ છે કે તેમાં XT ટ્રીમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ હેચબેક કારમાં Harmanનું 7 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન આપવામાં આવી છે. તેમાં કંપની તરફતી 15 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તે સિવાય તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Tata Tiagoના પાવર પરફોર્મન્સની વાત કરીએ તો તેના નવા XTA વેરિયન્ટમાં BS6 કમ્પ્લાયન્ટવાળું 1.2 લિટરનું રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.

તેનું 1119CC 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન 85 bhpનો મેક્સિમમ પાવર અને 113nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ AMT ટ્રાન્સમિશનથી લેસ છે. તેમાં તમને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળશે. ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ચાર વેરિયન્ટ XTA, XZA, XZA Plus અને XZA ડ્યુઅલ ટોન રૂફ આવે છે. જણાવી દઈએ કે Tata Tiago કંપનીની વધુ વેચાણ થનારી કારોમાંની એક છે. સાથે જ તે પોતાના સેગમેન્ટની સૌથી સરુક્ષિત કાર છે.

કારના BS6 વર્ઝનને Global NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળી છે. કંપનીએ તેને વર્ષ 2016માં લોન્ચ કરી હતી. કારના બેઝ મોડેલની કિંમત 4.85 લાખ રૂપિયા છે, જ્યારે તેના ટોપ મોડેલની કિંમત 6.84 લાખ રૂપિયા છે. આ નવા વેરિયન્ટના લોન્ચ થવા પર કંપનીના માર્કેટિંગ હેડ વિવેક શ્રીવત્સે કહ્યું છે કે ન્યૂ ફોરએવર બની રહેવાના અમારા બ્રાન્ડના વાયદાને પૂરા કરવા માટે અમે સતત માર્કેટમાંથી લોકોની પ્રતિક્રિયા લેતા રહ્યા છે. Tiagoને દરેક ક્ષેત્રમાંથી સારો રિસ્પોન્સ મળ્યો છે. તે સિવાય ભારતમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન સેગમેન્ટમાં ઘણો વધારો થઈ રહેલો જોવા મળે છે. આ ખાતરી છે કે આ નવું વેરિયન્ટ હેચબેક સેગમેન્ટમાં બરાબરની ટક્કર આપશે. આ કારને અત્યાર સુધીમાં 3.25 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. આ કારનો મુકાબલો Hyundai i20, Maruti Suzuki Swift જેવી હેચબેક કારો સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp