આ છે દેશની સૌથી સસ્તી સ્પોર્ટ્સ બાઈક, કિંમત જાણીને હેરાન રહી જશો

PC: carblogindia.com

ઈન્ડિયન ટુ વ્હીલર માર્કેટમાં તમને દરેક પ્રકારની બાઈક મળી જશે. પછી તમે એક કોમ્યુટર બાઈક, ક્રૂઝર બાઈક અથવા સ્પોર્ટ્સ બાઈકની શોધમાં હોવ. તમને અહીં દરેક પ્રકારની બાઈકના ઓપ્શન મળી જશે. આ બધામાંથી યુવાનોને સૌથી વધરે સ્પોર્ટ્સ બાઈક પસંદ આવે છે. સ્પોર્ટ્સ બાઈક તેના નામ પ્રમાણે સંપૂર્ણ રીતે જસ્ટીફાઈ કરે છે. આ બાઈકમાં તમને સ્ટાઈલિશ ડિઝાઈનની સાથે પાવરફુલ એન્જિનનું જબરજસ્ત કોમ્બિનેશન મળી જાય છે. એવી જ કેટલીક સસ્તી સ્પોર્ટ્સ બાઈક અંગે જાણી લઈએ.

Yamaha R15:

Yamahaની આ બાઈક અંગે કંઈ જણાવવાની જરૂર નથી. દેશમાં જ્યારથી આ બાઈક લોન્ચ થઈ હતી તો સૌથી વધુ યુવાનોના દિલ પર રાજ કરી રહી છે. આ બાઈકમાં તમને ઘણી આકર્ષક ડિઝાઈન અને પોતાના સેગમેન્ટમાં ઘણું પાવરફુલ એન્જિન પણ આપે છે. આ બાઈકમાં તમને પરફોર્મન્સ પણ જબરજસ્ત મળે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ લિસ્ટમાં આ સૌથી વધારે પાવરફુલ બાઈક છે. કંપનીએ આ સ્પોર્ટ્સ બાઈકમાં 155ccના એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન 18.6 ps અને 14.1 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં તમને ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેકની સાથે ડ્યુઅલ ચેનલ ABSનો પણ સપોર્ટ મળે છે. જો તમે આ બાઈક ખરીદવા ઈચ્છો છો તો તેને દિલ્હીના Yamahaના શોરૂમમાંથી 162400 રૂપિયામાં ખરીદી શકો છો.

Suzuki Gixxer SF:

જો તમે Suzuki Indiaની કોઈ સ્પોર્ટ્સ બાઈક શોધી રહ્યા છો તો Suzuki Gixxer SFને ચેકાઉટ કરી શકો છો. આ બાઈકમાં પણ તમને પરફોર્મન્સ અને સ્ટાઈલનું જબરજસ્ત કોમ્બિનેશન જોવા મળે છે. પરફોર્મન્સની વાત કરીએ તો કંપનીએ આ બાઈકમાં 155ccનું એન્જિન આપ્યું છે, જે 136. Psનો પાવર અને 13.8 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ફીચર્સની વાત કરીએ તો આ બાઈકમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક વિથ સિંગલ ચેનલ ABS સપોર્ટ અને 5 સ્પીડ ગિયરબોક્સ મળે છે. જો તમે આ બાઈકને ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને 1.37 લાખમાં શોરૂમ કિંમતે મળશે.

Hero Xtreme 200s:

સસ્તી સ્પોર્ટ્સ બાઈકની લિસ્ટમાં Heroની પણ એક બાઈક સામેલ છે અને તે છે Hero Xtreme 200s. આ બાઈકની કિંમત 1.34 લાખ રૂપિયા છે. આ બાઈકની ડિઝાઈનને પણ ઘણી આકર્ષક બનાવવામાં આવી છે અનેસાથે પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીએ આ બાઈકમાં 199ccનું એન્જિન આપ્યું છે, જે 18.08 Psનો પાવર અને 16.15 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.આ બાઈકમાં તમને ડ્યુઅલ ડિસ્ક બ્રેકની સાથે સિંગલ ચેનલ ABSનો સપોર્ટ પણ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp