બીજી વખત મોંઘી થવા જઈ રહી છે આ કંપનીની કાર, 1 એપ્રિલથી 1 લાખ રૂપિયા વધશે ભાવ

PC: commercialvehicleinfo.com

Isuzu Motos Indiaએ ભારતીય ગ્રાહકોને ઝટકો આપતા નવી એક જાહેરાત કરી છે. જાપાનની દિગ્ગજ કાર નિર્માતા પોતાની અને D-Max, S-Cabની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કંપની આ ગાડીઓની કિંમતમાં 1 લાખ રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે. વધેલી કિંમતો 1 એપ્રિલ 2021થી લાગુ પડશે. હાલના સમયમાં ISuzu D-Max Regular Cabની શરૂઆતી દિલ્હી એક્સ શોરૂમ કિંમત 8.75 લાખ રૂપિયા છે.

જ્યારે D-Max S Cabની શરૂઆતી દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 10.74 લાખ રૂપિયા છે. અહીં ધ્યાન આપનારી વાક એ છે કે કંપની પોતાના જે કમર્શિયલ વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે તેને હાલમાં જ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. વધારવામાં આવેલી કિંમતો અંગે કંપનીનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટેશન, લોજીસ્ટીક અને ઉત્પાદનની ફીમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ISuzu Motors India Private Limited પોતાના ગ્રાહકોને ઝટકો આપતા પોતાની કોમર્શિયલ વાહનોની કિંમતમાં વધારો કર્યો હતો. તે સમયે કંપનીએ પોતાની પિકઅપ રેન્જ D-Max Regular Cab અને D-Max S Cabની કિંમતને 10000 રૂપિયા સુધી મોંઘી કરી દીધી હતી. આ બંને મોડેલના આગળના ભાગમાં બદલાવ કરવામાં આવ્યા છે જેને દમદાર ચેસિસ અને કમ્પ્રલ ઝોનની સાથે જાહેર કરવામાં આવી હતી. બંને કારમાં 220 મિમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. તે સિવાય વેન્ટિલેટેડ આગળ ડિસ્ક બ્રેક, હાઈ માઉન્ટેડ સ્ટોપ લાઈટ અને રિયર પાર્કિંગ સેન્સર્સ પણ આપવામાં આવ્યા છે.

Isuzu D-Max નવા દમદાર વેરિયન્ટમાં પણ આવે છે, જે 1710 કિગ્રા સુધીનો ભાર ઉઠાવવાની ક્ષમતા સાથે આવે છે, આ ક્ષમતા છેલ્લા મોડેલના મુકાબલે 470 કિલો વધારે છે. D-Maxનો ડેક એરિયા 4.27 સ્ક્વેર મીટર છે અને તેને એન્ટ્રી લેવલ કેબ ચેસિસમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

D-Max 1240 કિગ્રા વેરિયન્ટનો ભાર 2990 કિગ્રા છે. જ્યારે નવા 1710 કિગ્રા સુપર સ્ટ્રોંગ વેરિયન્ટનું વજન 3490 કિગ્રા છે. Iszu India Motorsએ વધારે પ્રીમિયમ D-Max એક કેબની ડિઝાઈનને લગભગ પહેલા જેવી જ રાખી છે. પરંતુ આ નવી મેટાલિક બોડી કલરના ઓપ્શનમાં આવી છે અને બે વેરિયન્ટ સ્ટાન્ડર્ડ અને આઈ-રાઈડમાં લોન્ચ કરવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp