કોરોના મહામારી, ચક્રવાત અને હવે... પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે 3 ઉલ્કાપિંડ

PC: futurecdn.net

વર્ષ 2020માં કોરોના વાયરસ મહામારી, ચક્રવાતી તૂફાન અને ભૂકંપ દરેક રીતે માનવીઓની જિંદગી પ્રભાવિત થઈ છે પણ આ વર્ષ માત્ર આટલાથી ખતમ નથી થયું. આ મહિને ધરતીની નજીકથી ફરી એકવાર 3 ઉલ્કાપિંડો નિકળશે. ગ્લોબલન્યૂઝની એક રિપોર્ટ અનુસાર, નાસા(NASA)ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડીએ જણાવ્યું છે કે ઘણી બધી અવકાશી પિંડો (Asteroids) પૃથ્વીની નજીકથી પસાર થવાની છે અને તેની શરૂઆત 6 જૂનથી થશે.

ઉલ્કાપિંડ 2002 એનએન4 (Asteroid 2002 NN4)

ઉલ્કાપિંડ 163348 2002 એનએન4 0.05 એયૂ(7.48 મિલિયન કિલોમીટર)ની ગતિથી સૂર્યની કક્ષાથી પસાર થતા ધરતની કક્ષામાં પ્રવેશ કરશે. NEO ક્લોઝ અપ્રોચ ડેટા ટેબલ અનુસાર, ઉલ્કાપિંડ 2002 NN4, 6 જૂનના રોજ 3 વાગ્યે 20 મિનિટ પર પૃથ્વીની સૌથી નજીક પહોંચી જશે.

આ ઉલ્કાપિંડની લંબાઈ 205-50 મીટર સુધી હોઈ શકે છે. સાથે જ તેની પહોળાઈ લગભગ 135 મીટર કહેવામાં આવી છે. ત્યાં સુધી કે પૃથ્વીના તેના નજીકના બિંદુ પર પણ આ ઉલ્કાપિંડનું અંતર પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના સરેરાશ અંતર કરતા 13 ગણુ વધારે રહેશે.

ઉલ્કાપિંડ 2013 એકસએ22 (Asteroid 2013 XA22)

2002 એનએચની જેમ ઉલ્કાપિંડ 2013 એકસએ22 (Asteroid 2013 XA22) જૂનના રોજ ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે. આ ઉલ્કાપિંડ 3 વાગ્યે 40 મિનિટ પર સોમવારે પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. 2002 એનએચની તુલનામાં આ ઉલ્કાપિંડ પૃથ્વીની વધારે નજીકથી પસાર થશે. જે એક નાનો ઉલ્કાપિંડ છે. તેની લંબાઈ 160 મીટર છે અને સ્પીડ 24,050 કિલોમીટર પ્રતિ કલાક છે.

ઉલ્કાપિંડ 2010 એનવાઈ65 (Asteroid 2010 NY65)

ઉલ્કાપિંડ 441987(2010 એનવાઈ 65) એક દશકા પહેલા શોધવામાં આવ્યો હતો અને તેનું અધ્યયન પૃથ્વીની નજીકની કક્ષાને કારણે કરવામાં આવ્યું હતું. ઉલ્કાપિંડ 2010 NY65 બુધવારે 24 જૂનના રોજ સવારે 6.44 વાગ્યે પૃથ્વીની કક્ષાથી પસાર થશે. ઉલ્કાપિંડ 2010 NY65ની લંબાઈ અને પહોળાઈ 2002 NN4 અને 2013 XA22ની વચ્ચે છે. તેની લંબાઈ લગભગ 310 મીટર છે. જૂનના મહિનામાં પૃથ્વીની કક્ષાથી પસાર થનારા આ ઉલ્કાપિંડોમાં 2010 એનવાઈ 65ની વેલોસિટી સૌથી વધારે 46,400 કિલોમીટર પ્રતિ કલાક છે.

જોકે, સારી વાત એ છે કે, આ ત્રણેય ઉલ્કાપિંડો ભલે પૃથ્વીની કક્ષાથી પસાર થઈને જશે પણ અત્યાર સુધી તેનાથી ધરતીને કોઈ ખતરો નથી અને વૈજ્ઞાનિકો સતત તેના પ નજર બનાવીને બેઠા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp