ભારતવંશી વૈજ્ઞાનિકોએ શોધ્યા 3 બેક્ટેરિયા, જે મંગળ પર છોડ ઉગાડવામાં કરશે મદદ

PC: space.com

મંગળગ્રહ પર માનવ વસવાટ પહેલા એક મોટો પડકાર છે ત્યાં પાક કે વૃક્ષો ઉગાડવાનો. આ પડકાર માણસો વસ્યા કે રોકાયા બાદ થશે, પરંતુ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ આ કામ સરળ કરી દીધું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત એસ્ટ્રોનોટ્સે ત્રણ એવા બેક્ટેરિયા શોધ્યા છે, જે મંગળ ગ્રહ પર પાક અને વૃક્ષો ઉગાડવામાં મદદ કરશે. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ઉપસ્થિત વૈજ્ઞાનિક હંમેશાં ધરતી અને અંતરિક્ષની તસવીરો જ લેતા નથી પરંતુ, ત્યાં ઘણા પ્રકારના પ્રયોગ પણ કરી રહ્યા છે.

માઇક્રો ગ્રેવિટી અને ઝીરો ગ્રેવિટીમાં વૃક્ષ કેવી રીતે ઉગશે એ બાબતે રિસર્ચ ચાલી રહ્યું છે. આવી કઠિન પરિસ્થિતિઓમાં વૃક્ષ કે પાક કઇ રીતે લાંબા સમય સુધી ચાલે તેને લઈને ખૂબ રિસર્ચ ચાલી રહ્યું છે. કેટલાક પાક ઉગાડવામાં પણ આવી રહ્યા છે. તે માટે સાયન્ટિસ્ટ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. સ્પેસ સ્ટેશનો પર ઉપસ્થિત વૈજ્ઞાનિક તેના અલગ અલગ ભાગોમાં છેલ્લાં 6 વર્ષથી છોડ ઉગાડી રહ્યા છે. તેમનો હેતુ એવા સૂક્ષ્મ જીવોની શોધ કરવાનો છે, જે પાક અને વૃક્ષોને ઉગાડવામાં મદદ કરે.

આ રિસર્ચ છેલ્લાં 6 વર્ષથી ચાલી રહ્યું છે. આખરે સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત સાયન્ટિસ્ટોને બેક્ટેરિયાના 4 અલગ અલગ સ્ટ્રેન મળ્યા છે. તેમાંથી કેટલાક એવા છે, જે મંગળ ગ્રહ પર વૃક્ષ ઉગાડવામાં મદદ કરી શકે છે. તેમાંથી એક સ્ટ્રેન બાબતે તો પહેલા જ ખબર હતી, પરંતુ બાકી ત્રણ એકદમ નવા છે. બેક્ટેરિયાના આ સ્ટ્રેનને મિથાઇલોબેક્ટેરિયાસી કહેવાય છે. જે નવા બેક્ટેરિયા સ્ટ્રેન શોધવામાં આવ્યા છે, તે રોડ આકારના છે અને તે હરીફરી શકે છે. જ્યારે તેમની જેનેટિક તપાસ કરવામાં આવી તો, જાણવા મળ્યું કે મિથાઇલોબેક્ટેરિયમ ઇન્ડિકમ નજીકના સંબંધી છે.

સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત આ ત્રણેય સ્ટ્રેન મંગળ ગ્રહ પર વૃક્ષ ઉગાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. મિથાઇલોબેક્ટેરિયમ પ્રજાતિના બેક્ટેરિયા મંગળ જેવા ગ્રહો પર વૃક્ષ ઉગાડવામાં મદદ કરે છે, કેમ કે આ એવી સપાટી છે, જ્યાં પાણી ઓછું હોય છે કે ના બરાબર હોય છે. ત્યાં સપાટી પર ઉપસ્થિત એજેન્ટ્સને સરળ બનાવવામાં મદદ કરે છે. જેમ કે આ બેક્ટેરિયા મોલિક્યુલર નાઈટ્રોજનને અમોનિયામાં બદલી દે છે કે પછી અન્ય નાઇટ્રોજન સંબંધિત અવયવોને માટીમાં વધારે છે. આ પ્રક્રિયાને નાઇટ્રોજન ફિક્સેન્સ કહેવામાં આવે છે.

NASAના વૈજ્ઞાનિક ડૉ. નીતિન કુમાર અને ડૉ. કસ્તુરી વેંકટેશે જણાવ્યું હતું કે, આ બેક્ટેરિયા અંતરિક્ષમાં પાક અને વૃક્ષ ઉગાડવામાં ખૂબ મદદ કરવાના છે. ડૉ. નીતિન એન ડૉ. કસ્તુરીની આ શોધ સાયન્સ જર્નલ ફ્રન્ટિયર્સ ઇન માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થઈ છે. આ ટીમમાં ભારતથી હૈદરાબાદ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ વી.વી. રામપ્રસાદ એડારા અને ભારતવંશી સ્વાતિ બીજલાની પણ છે. સ્વાતિ બીજલાની, યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયામાં સાયન્ટિસ્ટ છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, જો આ બેક્ટેરિયા કોઈક રીતે કેટલાક બેક્ટેરિયા સાથે મંગળ ગ્રહ પર મોકલાવવામાં આવે તો ત્યાં પર થોડાં દિવસમાં જ પ્રયોગ કરીને તેની ઉપયોગિતાની સાચી તપાસ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp