Hero લાવી રહી છે ધાંસૂ બાઈક Hero Xtreme 160R, જાણો કિંમત

PC: tosshub.com

Hero MotoCorp એક નવી બાઈક લઈને આવી રહી છે. અગ્રેસિવ લુકવાળી આ બાઈકનું નામ Hero Xtreme 160R છે. આ નેકેડ સ્પોર્ટ બાઈક બજાજ પલ્સર NS160, સુઝુકી જિક્સર અને TVS અપાચે RTR 160 4V જેવી મોટરસાઈકલોને ટક્કર આપવા માટે બજારમાં ઉતરશે.

Xtreme 1R કોન્સેપ્ટ પર આધારિતઃ

હીરોની આ નવી બાઈક Hero Xtreme 1R કોન્સેપ્ટ પર આધારિત છે. આ કોન્સેપ્ટને વર્ષ 2019માં ઈટલીના મિલાન શહેરમાં થયેલા મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી.

નવું એન્જિનઃ

Hero Xtreme 160Rમાં નવું BS6 કમ્પ્લાયન્ટ 160cc એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8000rpm પર 15bhpનો પાવર અને  6500rpm પર 14Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

સેગમેંટમાં સૌથી ઝડપી બાઈકઃ

હીરોએ દાવો કર્યો છે કે Hero Xtreme 160R માત્ર 4.7 સેકન્ડમાં 0-60 કિમી પ્રતિ કલાકે ઝડપ પકડી શકે એમ છે. Hero Xtreme 160R બાઈક 160cc સેગમેંટમાં સૌથી ઝડપી બાઈક છે.

ફીચર્સઃ

Hero Xtreme 160Rમાં LED હેડલાઈટ અને ટેલલાઈટ, LED ટર્ન ઈન્ડીકેટર અને ફુલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. હીરોએ Hero Xtreme 160R બાઈકમાં સાઈડ સ્ટેન્ડ ડાઉન એન્જિન કટ ઓફ ફંક્શન પણ આપ્યું છે. બાઈકમાં 17ઈંચના અલૉય વ્હીલ્સ, સિંગલ એનલ ABS, ફ્રંટમાં 37mm ટેલેસ્કોપિક ફોર્ક્સ અને રિયરમાં 7 સ્ટેપ અજસ્ટેબલ મોનોશૉક સસ્પેંશન છે.

લોન્ચિંગ અને કિંમતઃ

હીરો મોટોકોર્પે Hero Xtreme 160R બાઈકને 18 ફેબ્રુઆરીના રોજ એક ઈવેન્ટમાં રજૂ કરવામાં આવી હતી. Hero Xtreme 160R બાઈકની લોન્ચિંગ માર્ચ મહિનામાં થશે. Hero Xtreme 160R બે વેરિયંટ(ફ્રંટ ડિસ્ક અને ડ્યૂલ ડિસ્ક)માં લોન્ચ કરશે, જેની કિંમત 90-95 હજાર રૂપિયાની વચ્ચે રહેવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp