Toyota કંપનીએ પોતાની આ કારની કિંમતો કર્યો વધારો, જાણો કેટલી વધારી કિંમત

PC: cardekho.com

Toyota Kirloskar Motorએ પોતાના ગ્રાહકોને ઝટકો આપતા પોતાની બે કારોની કિંમતમાં વધારો કરી દીધો છે. કંપનીએ કોઈ પણ જાહેરાત કર્યા વગર આ કારોની કિંમતમાં વધારો કરી દીધો છે. કંપનીએ તેની Toyota Urban Cruiser અને Toyota Glanzaની કિંમતમાં વધારો કર્યો છે. ભાવ વધારાની વાત કરીએ તો કંપનીએ Urban Cruiserના મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિયન્ટમાં 12500 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે તેના ટોપ પ્રીમિયમ ટ્રિમ્સની વાત કરીએ તો તેમાં 5500 રૂપિયા વધારવામાં આવ્યા છે. જ્યારે Glanza G ટ્રિમ્સની કિંમતોમાં 15700 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે તેના હાઈબ્રિડ વર્ઝનમાં 33900 રૂપિયા વધાર્યા છે. તેની સાથે ટોપ સ્પેશિફિકેશનવાળા વી ટ્રિમની કિંમતમાં 20000 રૂપિયાનો વધારો કર્યો છે.

કંપનીએ બંને કારોની કિંમતમાં શા માટે વધારો કર્યો છે તે અંગે હજુ કોઈ કારણ આપ્યું નથી. વધેલી કિંમત પછી Urban Cruiserની શરૂઆતની કિંમત 8.62 લાખ રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિયન્ટની કિંમત 11.40 લાખ રૂપિયા થઈ છે. જણાવી દઈએ કે ભારતીય માર્કેટમાં Urban Cruiser ત્રણ વેરિયન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમાં મિડ, હાઈ અને પ્રીમિયમ વેરિયન્ટ ઉપલબ્ધ છે. આ ત્રણે ટ્રિમમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે.  Urban Cruiser નવ કલર ઓપ્શનમાં મળે છે. તેમાં ત્રણ ડ્યુઅલ ટોન છે. તેના પાવર પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં પાવર માટે વિટારા બ્રેઝા જેવું જ 1.5 લિટરનું 4 સિલિન્ડરવાળું કે સીરિઝ BS6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 103 bhpનો મેક્સિમમ પાવર અને 138 Nmનો પીક ટોક જનરેટ કરે છે. તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં ફોર્ચ્યુનર ઈનસ્પાયર્ડ કિયા ગ્રિલ, એલઈડી હેડલેમ્પ અને ડીઆરએલ આપ્યા છે, જે તેને એગ્રેસિવ લૂક આપે છે. આ સિવાય તેમાં ટોન ઈન્ટિરીયર, રેઈન સેન્સિંગ વાઈપર, પુશ સ્ટાર્ટ બટન, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ અને ઈલેક્ટ્રીક ઈનસાઈડ રિયર વ્યુ મિરર આપવામાં આવ્યો છે.

જ્યારે કિંમતમાં વધારો થયા પછી કંપનીની Glanzaની શરૂઆતની કિંમત 7.34 લાખ રૂપિયા થઈ છે. તેના ટોપ વેરિયન્ટની કિંમત 9.30 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેના પરફોર્મમન્સની વાત કરીએ તો તેમાં પાવર માટે BS6 કમ્પ્લાન્ટવાળું 1197 ccનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જ્યારે તેના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તો તેના રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp