WhatsAppમાં આવી રહ્યું છે બ્લોક કોન્ટેક્ટ નોટિસ ફિચર, આ રીતે કરશે કામ

PC: hindustantimes.com

WhatsApp એન્ડ્રોઈડ યૂઝરો માટે એક નવું ફિચર લાવવાની તૈયારીમાં છે. જે બ્લોક કરવામાં આવેલા કોન્ટેક્ટને મેનેજ કરવામાં તમારી મદદ કરશે. તેના સિવાય કંપની ડાર્ક મોડને પણ ટેસ્ટ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, WhatsApp બ્લોક ફિચર પર કામ કરી રહી છે. જે WhatsApp બીટા વર્ઝનમાં અવેલેબલ રહેશે. હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે. જો તમે આ ફિચરને અનેબલ કરીને રાખશો તો જ્યારે કોન્ટેક્ટને બ્લોક કરશો તો એક બબલના માધ્યમે તે દેખાશે કે તમે આને અનબ્લોક કરી શકો છો. જે એક રીતનો વન ટેપ એક્સેસ ફિચર છે.

આ રીતના મેસેજ ત્યારે જ મળશે જ્યારે તમે કોઈને અનબ્લોક કરશો. જેથી તેને ફરીથી સરળતાથી બ્લોક કરી શકાય. મતલબ કે જો તમે કોઈને બ્લોક કરશો તો તેને નોટિફિકેશન મળશે નહિ કે તમે તેને બ્લોક કર્યો છે.

WhatsAppના એક નવા ફિચરમાં બ્લોક કોન્ટેક્ટનું એક ગ્રુપ તૈયાર કરીને તમને દેખાડશે. Grouped Blocked Contacts હેઠળ બ્લોક કરવામાં આવેલા કોન્ટેક્ટને અલગ સેક્શન લિસ્ટમાં જોઈ શકાશે.

તેની ખાસિયત એ છે કે, જો તમે બિઝનેસ કોન્ટેક્ટને બ્લોક કર્યા છે તો તેના માટે અલગ સેક્સન તૈયાર રહેશે. બિઝનેસ કોન્ટેક્ટ બિઝનેસ સેક્શનના બ્લોક લિસ્ટમાં દેખાશે. હાલમાં તો આ ફિચર લોકો માટે અવેલેબલ નથી. જે WhatsAppના બીટા વર્ઝનમાં છે. જો તમે બીટા ટેસ્ટર છો તો તમે તેને યુઝ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp