Xiaomi નો દમદાર સ્માર્ટફોન Mi A2 ભારતમાં લોન્ચ, જાણો કિંમત

PC: twitter.com/XiaomiIndia

ચીનની સ્માર્ટફોન મેકર કંપની Xiaomi પ્રથમ વખત ભારતમાં સ્ટોક એન્ડ્રોઈડ સાથે Mi A1 લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન ભારતમાં ખૂબ પોપ્યુલર થયો હતો અને તેનું ખૂબ વેચાણ થયું. હવે કંપનીએ તેનું બીજું વર્ઝન એટલે કે Mi A2 લોન્ચ કર્યો છે.

કંપનીએ સ્પેનમાં ગ્લોબલ લોન્ચ ઇવેન્ટનું આયોજન કર્યું હતું અને તે દરમિયાન Mi A2 એટલે કે Mi 6x લોન્ચ કર્યો હતો. ગયા વર્ષે કંપનીએ ગ્લોબલ ઇવેન્ટનું આયોજન દિલ્હીમાં આયોજિત કર્યું હતું.

નોંધનીય છે કે Mi A1 કંપનીનો પ્રથમ Android One ડિવાઈસ છે જેને ભારતમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે Mi A2મા પણ Android One જ આપવામાં આવી રહ્યું છે.

 

Mi A2નું સ્પેસિફિકેશન:

આ ફોનમાં 5.99 ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે છે, જેનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં Android 8.1 Oreo આપવામાં આવે છે. આ ડ્યૂલ કેમેરાવાળો ફોન છે અને આ ફોન મીડ રેન્જ બજેટનો સ્માર્ટફોન છે તેની કિંમત રૂપિયા 16,999 રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp