OnePlus 7T પર અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ,આટલા રૂપિયામાં ખરીદો

PC: pocket-lint.com

ટેક બ્રાન્ડ OnePlusસ તરફથી થોડા દિવસો પહેલા OnePlus 7T 5G લોન્ચ કર્યો હતો. જો તમે OnePlusનો નવો ફોન ખરદીવા માગતા હોય તો તમારી પાસે તમારા જૂના ફોનને બદલાવીને વનપ્લસનો નવો ફોન ખરીદી શકો છો. OnePlus 8T લોન્ચ કર્યા પછી OnePlus 7T પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તમે ઓછી કિંમતે આ ફોન ખરીદી શકો છો. એમેઝોન પર OnePlus 7Tની કિંમત હાલના સ્ટાન્ડર્ડ ડિસ્કાઉન્ટ સિવાય બાકીના ઓફર્સની મદદથી વધારે ઓછી કરી શકશો. Amazon પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટીવલ સેલ દરમિયાન OnePlus 7T પર એમેઝોન 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સ્માર્ટફોનના 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા મોડલને તમે માત્ર 32,999 રૂપિયામાં ખરીદી શકશો. પરંતુ આ ઓફર લિમિટેડ સમય માટે છે એટલે તમારે જલદીથી ઓર્ડર કરવો પડશે.

Amazonઓફરની વાત કરીએ તો OnePlus 7T સાઈટ પર 37,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ પ્રાઈસ ટેગ પર લિસ્ટેડ છે. ઈ-કોમર્સ સાઈટ Axis બેંક, City બેંક અને ICICI બેંક કાર્ડ્સની મદદથી પેમેન્ટ કરનાર બાયર્સને 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. જો તમારી પાસે આ કોઈ કાર્ડ હોય તો OnePlus 7Tની કિંમત 32,999 રૂપિયા થઈ જાય છે. સાથે જ સ્માર્ટફોન પર 16,400 રૂપિયા સુધીનું એક્સચેન્જ ઓફર પણ મળી રહે છે.

સ્માર્ટફોનમાં ફ્લેગશિપ ક્વોલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 90hz હાઈ રિફ્રેશ રેટવાળી 6.5 ઈંચ ફ્લુઈડ AMOLED ડિસ્પલે સિવાય 30W ફાસ્ટ ચાર્જિંગ પણ ઓફર કરે છે. ફોનની બિલ્ડ ક્વોલિટી ઘણી સારી છે. ફ્રોસ્ટેડ ગ્લાસને રિયર પેનલ માટે વાપરવામાં આવ્યો છે. ફોનના રિયર પેનલમાં ફિંગરપ્રિન્ટ મેગ્નેટ નથી. ફોનના રિયરમાં સર્ક્યુલર કેમેરા મોડ્યુલ છે,જે થોડું મોટું છે. તેના કેમેરા રિંગમાં તમને ત્રણ કેમેરા મળશે.

જેમાં 8 GB રેમ અને 256 GBનું ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 48 મેગાપિક્સેલનો પ્રાઈમરી સેન્સરવાળા ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. તેની સાથે 12 મેગાપિક્સેલનો ટેલિફોટો અને 16 મેગાપિક્સેલનો અલ્ટ્રા-વાઈડ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 3800mAhની બેટરી આપવામાં આવી છે અને એન્ડ્રોઈડ બેસ્ડ OXygenOS મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp