MG ZS EV કાર સિંગલ ચાર્જમાં આપશે 500 કિમીની ડ્રાઈવિંગ રેન્જ, જાણી લો કિંમત

PC: cloudfront.net

બ્રિટનની વાહન નિર્માતા કંપની MG Motorsએ ભારતમાં આ વર્ષની શરૂઆતમાં પોતાની ઈલેક્ટ્રિક SUV ZS EVને લોન્ચ કરી હતી, ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે કંપની ટૂંક સમયમાં જ આ ઈલેક્ટ્રિક કારની રેન્જમાં વિસ્તાર કરી શકે છે. વર્તમાનમાં જ્યાં આ SUV 340 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે, ત્યાં હવે આ કારની રેન્જ 500 કિમી સુધી હોવાની સંભાવના છે. જો એવું થશે તો આ કાર ભારતમાં સૌથી વધુ ડ્રાઈવિંગ રેન્જ આપનારી કાર બની જશે.

હાલમાં MG Motor Indiaના અધ્યક્ષ રાજીવ ચાબાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમે પોતાના ઈલેક્ટ્રિક વાહનોની ડ્રાઈવિંગ રેન્જને બેગણી કરવા માગીએ છીએ, આથી અમે ટૂંક સમયમાં જ ભારતમાં 500 કિમી સુધીની રેન્જવાળી બેટરી લઈને આવીશું. આ સાથે જ MG Motorએ દેશના મોટાભાગના હિસ્સાઓમાં ZS EVને લોન્ચ કરવાની યોજના બનાવી છે. હાલ આ કાર ભારતમાં કુલ 6 શહેરો પુણે, સુરત, કોચીન, ચંદીગઢ, જયપુર અને ચેન્નઈમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી છે. જેને કંપનીની યોજના અંતર્ગત અન્ય 5 શહેરોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવાશે.

ZS EV 2019માં Hector SUVની સફળતા બાદ MG Motorની ભારતમાં બીજી કાર હતી. જેમાં 44.5 kWh બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વર્તમાનમાં સિંગલ ચાર્જમાં 340 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે. જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં MG ZS EVની 158 યૂનિટનું વેચાણ થયું છે. જ્યારે માર્ચમાં આ સંખ્યા ઘટીને માત્ર 116 રહી ગઈ છે. આ ઉપરાંત, એપ્રિલ મહિનામાં લોકડાઉનના કારણે તે કારનું વેચાણ ઝીરો રહ્યું અને મે મહિનામાં કંપનીએ તેના માત્ર 710 યૂનિટ વેચ્યા.

જણાવી દઈએ કે, MG ZS EVને 20.88 લાખ રૂપિયા એક્સ શો-રૂમ (દિલ્હી)ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવી હતી. આ કાર માર્કેટમાં બે વેરિયન્ટ એક્સાઈટ અને એક્સક્લૂઝિવમાં ઉપલબ્ધ છે. તેના ટોપ-ટ્રિમની કિંમત 23.58 લાખ રૂપિયા એકસ શો-રૂમ (દિલ્હી) નક્કી કરવામાં આવી છે. કંપનીએ ભારતીય બજારમાં લોન્ચ કરવાના પહેલા જ મહિનામાં આ કારના 158 યૂનિટનું વેચાણ કર્યું હતું. જ્યારે કંપનીનું લક્ષ્ય દેશભરના અન્ય શહેરોમાં વેચાણનો વિસ્તાર કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp