ભરૂચની ગ્લાસ કંપનીમાં 40 લૂંટારૂઓએ 6 સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કર્યો, 3ના મોત

PC: youtube.com

ગુજરાતમાં હવે ગુનાહિત પ્રવુતિ કરતા લોકોને છુટ્ટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. દિન પ્રતિદિન ગુજરાતમાં મારામારી, હત્યા, લૂંટ જેવા કિસ્સાઓમાં સતત વધારો થતો જાય છે. આરોપીઓના મનમાં પોલીસનો ડર જ હોય તેમ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. ભરૂચ જિલ્લાના એક ગામમાં 40 જેટલા લૂંટારૂઓએ એક કંપનીના 6 જેટલા સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 3 સિક્યોરીટી ગાર્ડના મોત નીપજ્યા હતા અને 3 સિક્યોરીટી ગાર્ડને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલા ઉટીયાદરા ગામમાં આવેલી શ્રીજી ગ્લાસની કંપનીમાં 17 સપ્ટેમ્બરની મોડી રાત્રે 40 જેટલા લૂંટારૂઓ લૂંટના ઈરાદે કંપનીમાં ઘૂસ્યા હતા. આ સમગ્ર મામલે કંપનીમાં ફરજ બજાવતા સિક્યોરીટી ગાર્ડને જાણ થતા તેઓએ લૂંટારૂઓને રોકવાના પ્રયાસો કર્યા હતા. 40 લૂંટારૂઓની સામે માત્ર 6 જેટલા સિક્યોરીટી ગાર્ડ હોવાના સિક્યોરીટી ગાર્ડનું કઈ ચાલ્યું હતું. લૂંટારૂઓએ તમામ સિક્યોરીટી ગાર્ડને બંધક બનાવીને ઢોર માર માર્યો હતો. માર મારવાના કારણે બે સિક્યોરીટી ગાર્ડના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. સિક્યોરીટી ગાર્ડના મોત નીપજ્યા હોવાના કારણે તમામ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ ગામ લોકોને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.

સમગ્ર મામલે પોલીસને જાણ થતા ભરૂચ પોલીસ અને DYSP સહીતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને ઘાયલ થયેલા સિક્યોરીટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન ચાર માંથી એક સિક્યોરીટી ગાર્ડનું મોત નીપજ્યું હતી અને ત્રણની હાલત નાજુક હોવાનું ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસે ત્રણ સિક્યોરીટી ગાર્ડના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp