સુરતથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં 4 મહિનાની બાળકીનું મોત

PC: youtube.com

સુરતથી મુંબઇ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં શનિવારે વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. બાળકી રિયા જિંદાલ સુરતથી વિમાનમાં બેઠી અને ત્યારબાદ તે સુઇ ગઇ હતી. જ્યારે મુંબઈ એરપોર્ટ ઉપર તેને ઉતારતા તે ઊઠી ન હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સને એરપોર્ટ પાસે તબીબી મદદ માંગી હતી. પરંતુ તેણીને મૃત જાહેર કરાઇ હતી.

રિયા જિંદાલ જે તેની માતા પ્રીતિ જિંદલ અને દાદા-દાદી સાથે શનિવારે સવારે સુરતથી સ્પાઈસજેટની ફ્લાઇટમાં મુંબઈ જઈ રહી હતી. જયપુરથી સુરત થઈને મુંબઇ જવા માટે ફ્લાઇટ ઉપડી હતી. બાળકી રિયા અને તેનો પરિવાર સુરતથી ફ્લાઈટમાં બેઠો હતો. પોસ્ટમાર્ટમ તપાસમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. એરપોર્ટના સુત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ મુંબઇમાં ઉતર્યા બાદ રિયા અને તેની માતાને એરપોર્ટના મેડિકલ રૂમમાં લઇ જવાયા હતા. શિશુએ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશનનો રિસ્પોન્સ આપ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp