ગજરાજ અને બળદ ગાડા સાથે 419 આરાધકોની શોભાયાત્રા

PC: Khabarchhe.com

સુરત ખાતે 47 દિવસ સુધી ઉપધાન મહાતપ કર્યા બાદ મોક્ષમાળા અર્પણ કરવા માટે પસંદગી પામેલા 419 આરાધકો સાથે વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

જેમાં 3 ગજરાજ, 3 બળદ ગાડા સામેલ થયા હતા. સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા.

યજમાન પરિવાર માતૃશ્રી શારદાબેન કીર્તિલાલ અનોપચંદ સંઘવી પરિવારનું આરાધકો વતી રજત ચંદ્રક એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp