સુરતની આનંદ રેયોન્સનો આઇપીઓ મંગળવારથી ખુલી રહ્યો છે.

 યાર્ન બિઝનેસ સાથે સંકળાયેલી સુરતની આનંદ રેયોન્સ કંપનીએ મુડીબજાર પ્રવેશ કર્યો છે. કંપનીનો આઇપીઓ 18 જૂન મંગળવારથી ખુલી રહ્યો છે જે પાંચ દિવસ સુધી ખુલ્લો રહેશે. 10 રૂપિયાની મુળ કિંમતનો શેર 17 રૂપિયા પ્રિમિયમથી ઓફર કરવામાં આવ્યો છે. આનંદ રેયોન્સ સુરતની પ્રાઇમ કો. ઓ. બેંકના ચેરમેન ગોકુલભાઇ બક્ષીએ સ્થાપી હતી અને આજે તેમના પુત્ર આનંદ બક્ષીએ કંપનીને આગળ વધારી છે.આનંદ બક્ષીએ રૂપિયા 12 કરોડથી ટર્નઓવર વધારીને માર્ચ 2019 સુધીમાં રૂપિયા 250 કરોડ પર પહોંચાડયું છે.

આનંદ રેયોન્સ કંપનીના મેનેજિંગ ડિરેકટર આનંદ બક્ષીએ જણાવ્યું હતું કે આનંદ રેયોન્સ વેલ્યુ એડેડ યાર્ન અને ફેબ્રિક્સને ડેવલપ કરાવીને પોતાના ગ્રાહકોને માહિતગાર રાખે છે.  કંપનીને વધુ ઊંચાઇએ પહોંચાડવા માટે રૂપિયા 12 કરોડના આઇપીઓ સાથે મુડીબજારમાં પ્રવેશ કર્યો છે.આનંદ રેયોન્સનો આઇપીઓ 18 જૂનથી ખુલી રહ્યો છે. આ ઇશ્યુ માટે રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp