દુનિયાના સૌથી ખતરનાક રોડ પર ખીણમાં ખાબકી કાર, સુરતના અંકિત સહિત 9ના મોત

PC: khabarchhe.com

જમ્મુ-કાશ્મીરમાં એક કાર ખીણમાં ખાબકતા 9 લોકોના મોત થયા છે. દુનિયાના સૌથી ખતરનાક રોડમાં જેની ગણના કરવામાં આવે છે, તેવા જોજિલા પાસ પાસે આ ઘટના બની હતી. કાર ખીણમાં નીચે પડતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે. સુરતના ટુર સંચાલક અંકિત સંઘવી જમ્મુ-કાશ્મીરના સોનમાર્ગમાં મોડી રાત્રે કારમાં જઈ રહ્યા હતા. તે દરમ્યાન સ્થાનિક કાર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કાર ખીણમાં નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં અંકિત સંઘવીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. અંકિતના પરિવારમાં પત્ની, બે બાળકો, અંકિતની માતા, પિતા સહિત પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. અન્ય મૃતકોમાં ત્રણ ઝારખંડના અને એક પંજાબનો તથા બાકી બધા જમ્મુ-કાશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

કારગિલથી શ્રીનગર જતી વખતે ગાડી શ્રીનગર-લેહ હાઈવે પર જોજિલા પાસે ઉંડી ખીણમાં પડી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત થયાની જાણ મળતા સોનમર્ગ પોલીસ, બીટન અને ટ્રાફિક પોલીસ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરતના અંકિત સંઘવી પોતે ટુર સંચાલક છે અને અકસ્માત દરમ્યાન તે અન્ય લોકોની ગાડીમાં બેઠા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ અકસ્માતની ઘટના બાદ શ્રીનગર પોલીસે અંકિતના મોબાઈલ પરથી છેલ્લા ડાયલ કોલ પર ફોન કરી તેમના અકસ્માત અંગે પરિવારને જાણ કરી હતી. આ અંગે જાણ થતા અંકિતના પિતા દિલ્હી જવા રવાના થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp