છૂટાછેડાના કેસમાં વકીલને આપવા પૈસા નહોતા એટલે ચેઈન તોડવાનું શરૂ કર્યું

PC: dainikbhaskar.com

ઘણીવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે કે, પૈસાની જરૂરીયાત હોવાના કારણે કેટલાક યુવકો ચોરી અને લૂંટના રવાડે ચઢી જતા હોય છે અને થોડા સમય પહેલા જ સુરતમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે, આર્થિક તંગીથી કંટાળેલા યુવકે ATM મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હવે સુરતમાં આ પ્રકારનો એક બીજી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વકીલની ફી ભરવા માટેના પૈસા ન હોવાથી યુવક ચેઈન સ્નેચિંગના રવાડે ચઢી ગયો.

રિપોર્ટ અનુસાર સુરતમાં રહેતો સમીર ભાઈદાણી નામના યુવકે થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ પતિ-પત્ની વેચ્ચે અવારનવાર તકરાર થવાના કારણે તેને પત્ની સાથે છૂટ્ટાછેડા લેવા માટે કોર્ટમાં એક અરજી કરી હતી. કોર્ટમાં કેસમાં ચાલતો હતો પરંતુ આર્થિક મંદીના કારણે સમીર પાસે પૈસા નહોતા તેથી તેને વકીલની ફીની ચૂકવણી કરવા માટે ચેઈન સ્નેચિંગ કરીને પૈસા એકઠા કરવાનો વિચાર કર્યો હતો.

ચેઈન સ્નેચિંગ કરવા માટે સમીરે બજારમાંથી સસ્તા ભાવે એક બાઈકની ખરીદી કરી અને ત્યારબાદ તેને પોતાના બંગાળી અને ચીનો નામના સાગરિતની સાથે મળીને ચેઈન સ્નેચિંગ કરવાનું કરવાનું શરૂ કર્યું હતું. ચેઈન સ્નેચીગ કર્યા પછી બધા લોકો છૂટા પડી જતા હતા અને પછી રાત્રીના સમયે કોઈ સ્થળ પર એકઠા થઇને સ્નેચિંગ કરેલા માલનો ભાગ પાડી લેતા હતા.

જો કે, પોલીસને બાતમી મળી કે, ચેઈન સ્નેચીગ કરતો સમીર પાંડેસરા વિસ્તારમાં આવેલા વેલકમ પાન સેન્ટર પાસે ઉભો છે એટલે પોલીસે તાત્કાલિક વેલકમ પાન સેન્ટર જઈને સમીર પર વોચ રાખીને તેની ધરકડ કરી હતી. ધરપકડ પછી પોલીસે સમીર પાસેથી સોનાની ચેઈન, મંગળસુત્ર અને એક બાઈક સહિત 2,21,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમીર પર આગાઉ પણ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેને પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરવા બદલ પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp