સુરત પોલીસનું G20 જાગૃત્તિ અભિયાન: ‘રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાયમેટ’ યોજાઇ

PC: Khabarchhe.com

ભારતની G-20 સમિટની અધ્યક્ષતાને અનુલક્ષીને G20 જાગૃત્તિ અભિયાનમાં દેશના તમામ નાગરિકો અર્થપૂર્ણ રીતે જોડાઈ શકે તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી SVNIT સર્કલ સુધી ખાતે વહેલી સવારે શહેર પોલીસ દ્વારા ‘રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાયમેટ’ યોજાઈ હતી. જેમાં પોલીસ વિભાગના 300થી વધુ અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ અને આબોહવાની સુરક્ષા અને જનજાગૃત્તિ અર્થે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી અઠવાગેટ અને ત્યાંથી SVNIT સર્કલ સુધી આયોજિત આ દોડને જોઈન્ટ પોલીસ કમિશનર ડી.એચ.પરમાર અને નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને પોલીસ મુખ્યમથક) સરોજકુમારીએ વિશેષ ઉપસ્થિત રહી દોડને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp