ગુજરાતની આ શાળા વાર્ષિકોત્સવને બદલે યોજી રહી છે ભવ્ય ગાંધી મેળો

PC: blogspot.com

તમે આનંદમેળો કે ખેલ-મહાકુંભ મેળો તો જોયો હશે પણ આજે અમે તમને એક એવા મેળાની વાત કરીશું જેનું કદાચ નામ તમે નહીં સાંભળ્યું નહીં હોય. આજે અમે વાત કરી રહ્યા છીએ. ગાંધી મેળાની જે ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતમાં યોજાઇ રહ્યો છે. આ ગાંધી મેળો જીવનભારતી મંડળ અને UHCRCE ના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ લક્ષ્યમાં રાખી વર્તમાન અને ભાવિ પેઢી મહાત્મા ગાંધીજીને નજીકથી જાણે, સમજે અને મોહનથી મહાત્મા સુધીની સફરના વિવિધ પાસાઓમાં પ્રવેશેએ હેતુથી ત્રિદિવસીય ગાંધી મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકારો ગાંધીજીને કેન્દ્રમાં રાખી કલાની પ્રસ્તુતિ આપશે.

આ મેળાનું ઉદ્વાટન 20 નવેમ્બરે, રંગભવન, જીવનભારતી શાળા, નાનપુરા ખાતે સવારે 10.30 કલાકેથી શરૂ કરાશે. જ્યારે 19 નવેમ્બરે રંગભવન ખાતે ક્લેક્ટર ડો. ધવલ પટેલ અને મેયર ડો. જગદીશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમર ભટ્ટ દ્વારા ગાંધી ગીતો રાત્રે 7.30 કલાકે પ્રસ્તુત કરાશે.

ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા

20મી નવેમ્બરે રંગભવન ખાતે ધો. 1થી 5ના પ્રાથમિક વિભાગ દ્વારા લઘુનાટક બપોરે 2 કલાકેથી જ્યારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા વાચિક્મ કાર્યક્રમ બપોરે 3 કલાકેથી જ્યારે હિમાંશી શેલતની વિશેષ ઉપસ્થિતિમાં દિપક અંતાણી લિખિત, નાટ્યકાર કપિલદેવ શુક્લ દિગ્દર્શિત 'પારસમણી'નું વાચિકમ રાત્રે 7.30 કલાકેથી પ્રસ્તુત કરવામાં આવશે.

જ્યારે 21મી નવેમ્બરે રંગભવન ખાતે કુમાર ભવનના વિદ્યાર્થીઓ સવારે 11 કલાકે વિશેષ કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. જ્યારે ધો.1થી 5ના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ 11 વ્રતો ભજવણી અને ગાંધી ગીતોનો કાર્યક્રમ બપોરે 2 કલાકેથી પ્રસ્તુત કરશે. પ્રવૃત્તિ વિદ્યાલયના ધો.6થી 8ના વિદ્યાર્થીઓ IPS શોભા ભૂતડાને આત્મરક્ષા વિષય પર સાંભળશે અને બપોરે 3.30 કલાકેથી ગાંધી ગીતો અને નાટક પ્રસ્તુત કરશે. જ્યારે રાત્રે 7.30 કલાકેથી ઉદય મજમુદાર કલાકાર દ્વારા સંગીત સંધ્યા પ્રસ્તુત થશે. જેમાં સાંસદ સી.આર.પાટીલ અને ડો. મુકુલ ચોક્સી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

જ્યારે 22મી નવેમ્બરે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે આંતરશાળા શીધ્ર વક્તૃત્ત્વ સ્પર્ધા સવારે 11 કલાકેથી, ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા સેનેટરી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે બપોરે 2 કલાકેથી. ધો.1થી 5ના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ગાંધીજીવન પરિવેશ અને માઇમનો કાર્યક્રમ પ્રસ્તુત કરાશે. જેમાં પંકજ કાપડિયાની વિશેષ હાજરી રહેશે. 

ધો.6થી8ના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વાલી મંડળ દ્વારા ક્વિઝનું આયોજન કરાયું છે. 22મી નવેમ્બરે આ ઉપરાંત જીવનભારતી અને UHCRCE ના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન સાંજે 4.30 કલાકે કરવામાં આવ્યું છે. જેમાં યુનિસેફના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જ્યારે રાત્રે ૭.૩૦ થી ૮.૩૦ ના સમયગાળા દરમિયાન રંગ ભવન, જીવનભારતી, નાનપુરા સુરત ખાતે જીવનભારતીની સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગાંધી ગીતો પર નૃત્યાત્મક પ્રસ્તુતિ કરશે. જેમાં સાંસદ દર્શનાબેન જરદોશ અને ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત આ ત્રણેય દિવસ દરમિયાન ગાંધી રંગોળી પ્રદર્શન પણ યોજાશે. નવજીવન પ્રેસ અમદાવાદ તરફથી ગાંધી પુસ્તકોનું પ્રદર્શન ૨૨ નવેમ્બરના રોજ જીવનભારતી રસ વાટિકામાં UHCRCE ( Urban Health and Climate Resilience Centre of Excellence ) જીવન ભારતીની અટલ ટીકરીંગ બેલના બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન નવજીવન ટ્રસ્ટની પહેલ, ‘સ્વત્વ’ રેડીમેડ વસ્ત્રો, ખાદી અને ગાંધીના પ્રેમીઓ માટે અહીં છે. જેનો આપ ચોક્કસ લાભ લેશો.

 ગાંધી મેળાની જુદી જુદી સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવા નીચેની લિંક પર રજીસ્ટ્રેશન કરાવો 

-ગાંધી ગીત, વાચિકમ, સંગીત સંધ્યા વિગેરે 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf0KDW-hpBF45VMnu4Oe09bSHTrwWVPMqeRLTQ4gZmFRBDxDg/viewform

-આંતરશાળા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ 

https://docs.google.com/forms/d/e/1FAIpQLScIgGwXHZWgTCgBBMMa8q01Qa2AkLx25pK2hKalF6Ux_S8UjQ/viewform

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp