વલસાડના સંજાણમાં વિદેશ ગયેલા પતિએ પત્નીને WhatsApp પર આપ્યા છૂટાછેડા

PC: indiatimes.in

વલસાડ નજીકના ગામમાં રહેતી મુસ્લિમ પરિણીતાને તેના પતિએ વોટ્સએપના માધ્યમથી તલાક આપી દીધા હતા. જેના કારણે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

એક રીપોર્ટ અનુસાર, ઉમરગામના સંજાણમાં રહેતી ફરહીનના લગ્ન શિપિંંગ કંપનીમાં કામ કરતા જૈલુન જાવેદ ઉમરમિયા કાલીયા સાથે 2015માં થયા હતા. લગ્નના થોડાં સમય પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા. જૈલુન શિપિંંગ કંપનીમાં હોવાના કારણે તે વધારે સમય શીપમાં અને વિદેશમાં રહેતો હતો. જ્યારે તેને ચાર મહિનાની રજા મળે, ત્યારે તે પોતાના ઘરે આવે છે. પણ આ ચાર મહિના દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. લગ્નના એક વર્ષ પછી ફરહીને એક સંતાનને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ પછી જૈલુન તેની પત્ની ફરહીન સાથે તે સંતાન તેનું ન હોવાનું કહીને ઝઘડો કરતો હતો.

પતિની શંકા અને અવાર-નવાર થતા ઝઘડાઓથી કંટાળીને ફરહીન તેના પિયરમાં રહેવા માટે આવતી રહી હતી. જોકે, જૈલુન ફરહીનને લેવા માટે જતો ન હતો. ત્યારબાદ સામાજિક આગેવાનોની મધ્યસ્થીના કારણે પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું અને જૈલુન તેની પત્ની અને બાળકને પિયરથી લઇ ગયો હતો. પરંતુ જૈલુનને તેની પત્ની સાથે ઝઘડવા માટે કોઈક કારણ શોધતો હતો, દરમિયાન તેને સંતાનનું કારણ મળી ગયું હતું. જૈલુનની બહેન નુરબીબીને લગ્નને આઠ વર્ષ પછી પણ કોઈ સંતાન ન હોવાના કારણે તે ફરહીન પર તેનું સંતાન નુરબીબીને દત્તક આપવા માટે દબાણ કરતો હતો.

ફરહીન પોતાના પુત્રને નુરબીબીને આપવા માટે તૈયાર ન હતી. એટલા માટે પતિ, સાસુ-સસરાએ ફરહીનને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરિયા વાળાઓએ ફરહીનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને ફરહીનને તેના પિયર મોકલી આપી હતી. ત્યારબાદ પતિએ વિદેશથી ફરહીનને વોટ્સએપ પર તલાક આપી દીધા હતા. જેના કારણે ફરહીને ઉમરગામ પોલીસ સ્ટેશનમાં તેને વોટ્સએપ પર તલાક આપવા અને શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ પતિ જૈલુન, સસરા જાવેદ અને સાસુ નફીસા સામે ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp