તક્ષશિલા અગ્નિકાંડ ઘટનામાં 3 વર્ષે પણ 22 માસુમોને ન્યાય નથી મળ્યો

PC: Youtube.com

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે હજુ સુધી લોકો આ ઘટનાને ભૂલી શક્યા નથી કારણકે, તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં એક-બે નહીં પરંતુ 22 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહત્ત્વની વાત એ કહી શકાય કે આ ઘટનાના ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આ ઘટનામાં વાલીઓ હજુ સુધી તેમના બાળકોને ન્યાય અપાવી શકયા નથી. વાલીઓ બાળકોને ન્યાય મળે તે માટે રાહ જોઈ રહ્યા છે. 

મહત્ત્વની વાત છે કે ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આખો કેસ માત્ર ચાર દિવસમાં જ પૂરો થઈ ગયો. ચાર્જશીટથી લઈને ટ્રાયલ અને ચુકાદો 70 દિવસમાં જ આપવામાં આવ્યો હતો પરંતુ, તક્ષશિલા અગ્નિકાંડમાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનામાં હજુ પણ વાલીઓ ન્યાય માટે તરસી રહ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં 280 જેટલા સાક્ષી પંચમાથી હજુ ચાર ડૉક્ટર અને 18 સાક્ષીને ચકાસવામાં આવ્યા છે. 250 જેટલા સાક્ષીઓ હજુ સુધી ચકાસવાના બાકી છે. આ ઘટનાને લઈને વાલીઓની માગણી છે કે તક્ષશિલા અગ્નિકાંડનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી બાળકોને વહેલી તકે ન્યાય મળે. ફરિયાદી પક્ષના એડવોકેટ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે અગાઉ અમારા દ્વારા અરજી કરવામાં આવી હતી. પણ કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી હતી. 

તે સમયે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોર્ટમાં કેસનો ભરાવો છે. આ કારણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માટેની અરજી કોર્ટે નામંજૂર કરી હતી. આ કેસમાં આગામી 25 મેના રોજ સુનાવણી થશે. સુનાવણી દરમિયાન સાક્ષીઓને ચકાસવામાં આવશે. એડવોકેટે પિયુષ માંગુકીયાએ જણાવ્યું હતું કે, 3 વર્ષના સમયમાં 18 સાક્ષી ચકાસવામાં આવ્યા છે તો હજુ પણ 250 સાક્ષી ચકાસવાના બાકી છે. આ કેસમાં વાલીઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને ખર્ચો પણ ખૂબ જ થયો છે. તો બીજી તરફ આ કેસની અંદર આગ કયા ફ્લોર પર લાગી હતી તે બાબતે ચાર્જશીટ અને FALનો રિપોર્ટ અલગ છે.

મહત્ત્વની વાત છે કે, તક્ષશિલાના ગોઝારા અગ્નિકાંડને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. કોર્ટમાં 18 સાક્ષી તપાસાયા, 250 સાક્ષી હજુ બાકી છે. સુરતના છેવાડે સરથાણા ખાતે ગત તા. 24-5-2019ના રોજ તક્ષશિલા આર્કેડમાં આ ઘટના બની હતી. ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાથીઓનો ભોગ લેવાયો હતો. આ કેસમાં આગામી 25 તારીખના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. જેમાં ત્રણ પંચની જુબાની લેવાશે. આ કેસમાં બિલ્ડરો, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, ફાયરના કર્મચારીઓ તથા વીજકંપનીના અધિકારીઓ સહિત કુલ 14 પૈકી 13 આરોપીઓ જામીનમુક્ત છે. ત્રણ વર્ષ પૂર્ણ થતાં હતાશ વાલીઓ દ્વારા તક્ષશિલા ખાતે ત્રીજી વાર્ષિક શ્રદ્ધાંજલિના ભાગરૂપે 22 મૃતકોના પરિવારજનો ભેગા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp