આ છે ઉત્તરાયણ 2020ના અસલી હીરો

PC: khabarchhe.com

સુરતના પારલેપોઇન્ટ વિસ્તારમાં બાઇક પર જતી વખતે આગળ બેસેલા શિવમ નામના બાળકના ગળામાં દોરી આવી જતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. શિવમના પિતા ગભરાઈ ગયા હતા. ઉત્તરાયણ હોવાના લીધે રસ્તો સુમસામ હતો ને શું કરવું તેની કોઈ સૂઝબૂઝ જ ન રહી. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI કિરીટકુમાર હીરાલાલ પટણી (બકકલ નંબર 194) એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો.

પોતાની બાઇક તેમણે અન્ય વાહનચાલકને ચલાવવા માટે સોંપી અને શિવમને ખોળામાં ઊંચકીને તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા. શિવમના ગળે 22 ટાંકા આવ્યા છે. હાલ તે સારવાર હેઠળ છે. જો કિરીટભાઈ સૂઝબૂઝ ન બતાવી હોત તો પરિસ્થિતિ આના કરતા પણ વધારે ખરાબ થઈ હોત.

વમને દવાખાને લાવવા દરમ્યાન તેમની ખાખી વર્દી પણ લોહીથી લથપથ થઈ ગઈ. એક પોલીસ જવાનની ફરજની સાથે તેઓને માનવતાની ફરજ સૌથી ઉપર લાગી. તહેવારની રજાના દિવસે પણ પોલીસ જવાનો માત્ર તમારી સુરક્ષા માટે જ નહીં પરંતુ માનવતાની રીતે પણ તમને મદદ કરવા તૈયાર હોય છે એ કિરીટભાઈએ સાબિત કરી બતાવ્યું.

(સોર્સઃ ધારાસભ્ય હર્ષ સંઘવીની ફેસબૂક વોલ પરથી)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp