સુરતના 75 વર્ષના કાંતાબેને જીવનને અલવિદા કહેતા કહેતા પાંચ લોકોને જીવનદાન આપ્યું

PC: youtube.com

ગુજરાતી ભાષામાં એક કહેવત છે 'અંગદાન એ મહાદાન', આ કહેવત તો મહાન છે જ પણ પરિવારના કોઈ પણ સભ્યના અંગનું દાન કરવું એ નિર્ણય આ કહેવત કરતા પણ મહાન છે. પરિવારના સભ્યોનો આ એક નિર્ણય ચારથી પાંચ લોકોને નવું જીવન આપે છે. આવું જ કામ મૂળ અમરેલી જિલ્લાના અને હાલ સુરતમાં વસતા 75 વર્ષના કાંતાબેન અને તેમના પરિવારજનોએ કર્યું છે. 85 વર્ષના કાંતાબેને દુનિયાને અલવિદા કહ્યું પણ તેમની કીડની, આંખ અને લીવર બીજાના શરીરમાં જીવંત રહેશે કારણકે અકસ્માતમાં બ્રેનડેડ થયેલા કાંતાબેનના અંગોના દાનનો નિર્ણય પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.

9 નવેમ્બરના રોજ કાંતાબેન સાવલિયા અડાજણમાં આવેલી એક પેથોલોજી લેબમાંથી પોતાના બ્લડ ટેસ્ટ કરાવીને પુત્રવધુની સાથે એકટીવા પર ઘરે પરત ફરતા હતા. તે સમયે કાંતાબેનને અચાનક ચક્કર આઈ જતા તેઓ બાઈક પરથી નીચે પડ્યા હતા અને આ ઘટનામાં તેમને માથાના ઈજાઓ થવાના કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. બેભાન અવસ્થામાં કાંતાબેનને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં તેમનું સિટી સ્કેન કરવામાં આવતા ડૉક્ટરને જાણવા મળ્યું હતું કે, કાંતાબેનના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો છે. તેથી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ કાંતાબેનની તબિયતમાં કોઈ સુધારો ન થતા તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ બાબતે ડોનેટ લાઈફની ટીમને જાણ થતા તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને કાંતાબેનના પરિવારના સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી હતી અને અંગદાન કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેથી કાંતાબેનના પરિવારના સભ્યો અંગદાન કરવા માટે તૈયાર થયા હતા. કાંતાબેનની કિડની અને લિવરનું દાન અમદાવાદની IKDRC હોસ્પિટલના ડૉક્ટરની ટીમે સ્વીકાર્યું હતું અને તેમની આંખોનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp