ગુજરાત ભાજપને મોટો ફટકો, આ પાલિકા પ્રમુખે આપી દીધું રાજીનામું

PC: economictimes.com

ભાજપના ગઢસમાન ગુજરાતના નવસારીના વિજલપોરમાંથી વિજલપોર પાલિકાના પ્રમુખે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. થપ્પડ ખાનાર નગર પાલિકાના પ્રમુખે નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. થપ્પડ ખાનાર જગદીશ મોદીના પગલે બીજા 150 જેટલા કાર્યકર્તાઓએ પણ રાજીનામું આપી દીધું છે. બળવાખોર ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ ન કરતા ભાજપ કાર્યકર્તાઓ નારાજ થયા હતા.

નવસારી ભાજપને આ રીતે ફટકો લાગતા અનેક રાજકીય અટકળો શરૂ થઈ ચૂકી છે. માહોલમાં ગરમાવો આવી ગયો છે. બળવાખોર ઉમેદવારોએ જગદીશ મોદીને થપ્પડ મારવાના મામલે આ ઘટના વિવાદાસ્પદ બની હતી. આ થપ્પડના પડધા હજુ સુધી શાંત થયા નથી.

આ ઘટનાને લઈને અનેક વખત પક્ષના ઉપલા સ્તર સુધી રજૂઆત કરવામાં આવી હતી. છતાં બળવાખોર સભ્ય સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ બળવાખોર સભ્યોને પક્ષમાંથી દૂર ન કરાતા 150 જેટલા કાર્યકર્તાઓ નારાજ થયા હતા. જેમાં જગદીશ મોદીનો પણ સમાવેશ થાય છે.

આ 150 કાર્યકર્તા સહિત જગદીશ મોદીની માંગ છે કે, આ બળવાખોર સભ્યોને તાત્કાલિક પક્ષમાંથી દૂર કરવામાં આવે. આ ઉપરાંત એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યાર બાદ જ તેઓ પાલિકામાં પગ મૂકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp