આ તારીખે સુરતના 40 લાખ લોકોને પાણી નહીં મળે, બે દિવસનો જુગાડ કરી રાખજો

PC: khabarchhe

સુરત મહાનગર પાલિકા દ્વારા 28 ફેબ્રુઆરીએ શહેરના 70 ટકા વિસ્તારમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. આ પાણીકાપમાં શહેરના મોટાભાગના મુખ્ય વિસ્તારો આવી જતા હોવાથી લગભગ 40 લાખ જેટલા લોકો સીધી રીતે પાણી વિના રહેવું પડશે. જ્યારે 29 ફેબ્રુઆરીએ ઓછા પ્રેસરથી પાણી મળે તેવું જણાવાયું છે. તેનું કારણ આપતા મનપાએ અધિકૃત રીતે કહ્યું છે કે , વરાછામાં આવેલી વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની ચાલતી કામગીરીને કારણે સુરતીવાસીઓને પાણી આપવામાં નહીં આવે. મનપાએ સ્પષ્ટ કર્યુ છે કે, પાણી નહીં મળે, અવરોધાય, ઓછા પ્રેસરથી મળે એમ બની શકે છે.

સુરતના મોટા ભાગના વિસ્તારોને 28મી ફેબ્રુઆરીએ પાણી આપવામાં નહીં આવે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વર્ષો જૂની પાણીની પાઈપલાઈન બદલીને નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. 40-50 વર્ષ જૂની આ પાઈપલાઈનો બદલવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે નવી પાઈપલાઈનના જોડાણની કામગીરીને કારણે આ પાણીકાપનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ જળવિતરણ મથકો થશે પ્રભાવિત

હેડ વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા જળવિતરણ મથક, કતારગામ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહીતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિંવત મળે જ્યારે 29મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ મનપા દ્વારા વ્યક્ત કરાય છે.

 આ વિસ્તારમાં પાણી ઓછું મળશે

રેલવે સ્ટેશનથી ચોક, ઉમરવાડા, મગોબ, ડુંભાલ, આંજણા, ભાઠેના, પાંડેસરા, ઉધના, ખટોદરા, ભેદવાડ, ચીકુવાડી, મજૂરા, અઠવા, પાર્લેપોઇન્ટ, સિટીલાઇટ, અલથાણ, પનાસ, ભટાર, કતારગામ, વેડ, ડભોલી, સિઁગણપોર, વેસુ, ડુમસ, ભીમપોર, ગવિયર, સુલતાનાબાદ, વાંટા, પુણા, ઉમરા, પીપલોદ, વરાછા, લંબેહનુમાન રોડ, બમરોલી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. મેયર ડો. જગદીશ પટેલે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ માહિતી આપી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp