એક ગુજરાતી છોકરીએ દેશમાં સૌથી વધુ ઇવેન્ટ્સમાં એન્કરિંગ કરવાનો રેકોર્ડ કર્યો

PC: Khabarchhe.com

નીરસ અને યંત્રવત જીવનરૂપી પાંજરાને તોડીને તૃપ્તિ શાહને એક એવું ખુલ્લું આકાશ જોઇતું હતું જ્યાં તે એવું કઈક કરે કે જેમાં સફળતા, પ્રસિદ્ધિ, સંતોષ, પ્રગતિની તૃપ્તિનો અહેસાસ થાય, એક એવું જીવન કે જેનાથી તે તેમના જેવી યુવતીઓની પ્રેરણા પણ બને અને સાથે સાથે તેમને મદદ પણ કરી શકે, આવા મનસૂબા ધરાવતા તૃપ્તિ શાહે પોતાની ઉજ્જવળ શૈક્ષણિક યોગ્યતાને અનુરૂપ કારકિર્દીને પસંદ કરવાની જગ્યાએ સાવ જ નવું અને પડકારજનક કામ પસંદ કર્યું એન્કર/પ્રેઝન્ટર બનવાનું. ગોધરા જેવા નાના શહેરમાંથી મહાસાગર સમા અમદાવાદ સુધીની સફરમાં તેમણે શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી છે. તૃપ્તિ શાહ ટ્રીપલ ગ્રેજ્યુએટ છે. 2 વાર માસ્ટર્સ કર્યું છે અને એમ.ફીલની ડિગ્રી પણ લીધી છે. હાલમાં જ તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા સૌથી વધુ ઇવેન્ટ્સનું એન્કરિંગ કરવા બદલ રેકોર્ડ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

મૂળભૂત રીતે મેનેજમેન્ટની વિદ્યાર્થિની એવા તૃપ્તિ શાહ માટે એમ કહી શકાય કે એ બ્યુટી વીથ બ્રેન છે. કામણગારું વ્યક્તિત્વ ધરાવતા તૃપ્તિ શાહ જેટલા ખુશમીજાજી છે એટલા જ રમૂજી સ્વભાવ ધરાવે છે. એમની હાજરી હોય ત્યાં હાસ્યની છોળો ઉડતી રહે છે. મેધાવી પ્રતિભાથી સંપન્ન તૃપ્તિને અવગણી શકાય એમ નથી, કોઇનું ધ્યાન કેવી રીતે આકર્ષિત કરવું અને કેવી રીતે સૌને ગમતા રહેવું તેની અજબ આવડત તેમનામાં છે અને આજે એ જ આવડત તેમની સૌથી મોટી ખૂબી બની ગઇ છે. તેઓ જ્યાં જાય ત્યાં એમનો ફેન વર્ગ ઉભો થઇ જાય છે. સૌનું માન-સન્માન જાળવવા સાથે તેમના મન જીતવામાં જ તેમને તૃપ્તિ મળે છે.

જોકે સ્વભાવે લાગણીશીલ હોવાથી તૃપ્તિ શાહ સામાજિક સેવા કાર્ય માટે હંમેશા તત્પર રહે છે. જે તેમનું જમાપાસુ છે. . પોતાના વ્યવસાય અંગે તૃપ્તિ શાહ કહે છે કે, એંકરિંગ એ માત્ર કળા નથી પરંતુ આત્મસૂઝ, હાજર જવાબીપણું છે જેમાં પ્રત્યેક પળને અનહદ ખુશીમાં પરિવર્તિત કરી તેને ચિરકાળ માટે યાદગાર બનાવવાની ખૂબી છે. તેમણે દેશમાં સૌથી વધુ 1200 ઇવેન્ટ્સમાં એન્કરિંગ કરવાનો રેકોર્ડ કર્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp