સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલની રેલી પર પથ્થરમારો

PC: aajtak.in

ગુજરાતમાં હાલના દિવસોમાં વિધાનસભા ચૂંટણીના કારણે રોડ શો અને જનસભાઓ થઇ રહી છે. એવામાં આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક રોડ શો કરી રહ્યા હતા. જ્યાં તેમની રેલી પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. આ રોડ શોને મીડિયા પણ કવર કરી રહી હતી, તે સમયે કેમેરા પર પણ પત્થર લાગ્યા હતા. જ્યારે આ પત્થરમારો થયો તો અરવિંદ કેજરીવાલ પોતાની ગાડીમાં ચાલ્યા ગયા હતા અને જ્યારે ફરીથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી તો ફરીથી આવીને રોડ શો જારી રાખ્યો હતો.

જાણકારી અનુસાર, કેજરીવાલના કાફલા પર એક ગલીમાંથી પત્થર ફેંકવામાં આવ્યા. કેજરીવાલ પોતાની ગાડીની ઉપરથી હાથ હલાવી રહ્યા હતા. ત્યારે જ અચાનક પત્થરમારો થવા લાગ્યો. સાથે જ પત્થરમારો કરનારા અને આપ સમર્થકો વચ્ચે ઝડપ પણ થઇ હતી. આ રોડ શો પહેલા સુરતના હીરા બજારમાં અરવિંદ કેજરીવાલે એક જનસભાને પણ સંબોધિત કરી હતી. ત્યાં, અરવિંદ કેજરીવાલે વેપારીઓને I Love You કહીને ભાષણ શરૂ કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે, મારી નજરમાં એક એક વેપારી હીરો છે. તેમણે કહ્યું કે, કોઇને પણ અમારી સરકાર પાસે કામ કરાવવામાં પરેશાની ન હોવી જોઇએ.

સુરતના હીરા વેપારીઓ અને રત્ન કલાકારોને ભારત રત્નથી સન્માનિત કરવા જોઇએ. કેટલાક વેપારીઓથી ગુજરાતના ખૂણે ખૂણામાં જઇને મુલાકાત કરી ચૂક્યો છું. વેપારીઓએ કહ્યું કે, અમારી સાથે ગુંડાગર્દી થાય છે, ધમકી પણ મળી છે અ પૈસા વસૂલવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે, પૈસા કમાયા બાદ ઇજ્જત જોઇતી હોય છે. તમારી પાસે ઉપર વાળાએ વિકલ્પ મોકલ્યો છે. વેપારીઓએ કહ્યું કે, અહીં આવવા માટે સલામ કરું છું.

કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, દરેક વસ્તુ બદલાઇ જશે. આમ આદમી પાર્ટીની સરકાર આવનારી છે. અંદર અંદર જ તેમની કબર ખોદી લો. પરિવર્તન એટલે આમ આદમી પાર્ટી એવો સંદેશ વ્હોટ્સએપ ગ્રુપમાં ફેલાવી દો. સાથે જ કેજરીવાલે એ પણ કહ્યું કે, દિલ્હીની જેમ ગુજરાતમાં પ્રોફેશનલ ટેક્સ ન લાગશે. નાના વેપારીઓને સસ્તી જગ્યા આપશે. દગાખોરીને રોકવા માટે કાયદા લઇને આવશે.

આ સિવાય સુરતમાં દાવા કરતા કેજરીવાલે કહ્યું કે, વેપારીઓને તેમની જરૂર પ્રમાણે લોન આપીશું. બજારની પાર્કિંગ ફ્રી કરીશું. GSTની જટિલતાને કેન્દ્ર સાથે વાત કરીને સરળ બનાવીશું. દિલ્હીની ડોર સ્ટેપ ડિલીવરીની જેમ ગુજરાતમાં સરકારી સુવિધાઓ આપનારી યોજનાઓ લાગુ કરીશું. સરકાર કામ કરવા માટે તમારા ઘર સુધી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp