71મો વન મહોત્સવ: સુરતીઓ આ 6 જગ્યાએ મેળવી શકશે ફ્રી રોપા

PC: twitter.com

ધરતી વૃક્ષોથી હરિયાળી કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાના આશય સાથે સુરત શહેરના 71માં વન મહોત્સવની ઉજવણી વેસુ ખાતે લેક ગાર્ડન ખાતે મેયર જગદીશ પટેલ વૃક્ષોરોપણ કરીને શરૂઆત કરી હતી. આ વેળાએ મ્યુ.પદાધિકારીઓ, અધિકારીઓના હસ્તે તુલસી અને હાલમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીના પ્રર્વતમાન સમયમાં શરીરમાં રોગ પ્રતિકારક અને શકિતવર્ધક ઔષધિય વેલ ગળોના કુલ - 200 કુંડામાં રોપાઓ સહિત જાસુદ, લીમડો, કરણ, કાજુ, બીલીપત્ર, ગુલમહોર, ટગર, ટેકોમા, હેમેલીયા, કચનાર, ગરમાળો વગેરે વિવિધ પ્રકારના રોપાઓનું નગરજનોને સ્થળ પરથી કુલ 650 રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં ડે. મેયર નિરવ શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણી, સુરત મહાનગર પાલિકાના સભ્યો, મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની, સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક પુનીત નૈયર અને મદદનીશ વન સંરક્ષક પરેશ ચૌધરી, નગરજનો વગેરેની હાજરીમાં પારિજાતના કુલ - 40 વૃક્ષોના રોપાનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતુ.

વધુમાં 71માં વન મહોત્સવ ઉજવણી દરમ્યાન જે તે ઝોનમાં નગરજનોને જરૂરી રોપા સરળતાથી મળી રહે તે માટે તા.06/08/2020 થી તા.14/08/2020 દરમ્યાન નીચે મુજબના સેન્ટરોમાં વિનામૂલ્યે રોપા મળી રહે તે મુજબ પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઝોનસ્થળ

ઈસ્ટમહારાણા પ્રતાપ ઉદ્યાન-નાના વરાછા

નોર્થડો. શ્યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડન, કાંસાનગર

વેસ્ટસ્નેહ રશ્મિ બોટનીકલ ગાર્ડન

સાઉથ વેસ્ટજવાહરલાલ નહેરૂ ઉદ્યાન, અઠવાલાઈન્સ

સાઉથશેઠ નવિનચંદ મફતલાલ ઉદ્યાન, ભેસ્તાન

સાઉથ ઈસ્ટડીંડોલી છઠ સરોવર ઉદ્યાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp