સુરતના યુવકે ટ્રાફિકનો દંડ ન ભરવાનું કારણ આર્થિક મંદી આપ્યું

PC: gstv.in

ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવાનો છે. વાહન ચાલકોને ડર સતાવી રહ્યો છે કે, ટ્રાફિક પોલીસ તેમને પકડશે અને તેમની પાસે કોઈ એક ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ વધારે દંડ ભરવો પડશે. પહેલા જે 100 રૂપિયાનો દંડ ભરીને વાહન ચાલકો મુક્ત થઇ જતા તે હવે 100 રૂપિયાથી સીધા 1000 રૂપિયા થઈ ગયા છે. આ દંડની ભરપાઈ ન કરવી પડે તે માટે હેલમેટની દુકાનની બહાર, RTOની બહાર અને PUC સેન્ટરોની બહાર વાહન ચાલકો તેમની પાસે ખૂટતા દસ્તાવેજો મેળવવા માટે લાંબી લાઈન લગાવીને ઉભા છે.

એવામાં સુરતનો એક નવો મામલો સામે આવ્યો છે. સુરતના એક યુવકે દંડ નહી ભરવાનું કારણ મંદીને આપ્યું છે. મંદીના માહોલમાં લોકો આ નવા એક્ટનો વિરોધ કરી રહ્યા છે. એવામાં સુરતના સરથાણામાં રહેતા એક યુવકનો મામલો સામે આવ્યો છે. અલ્પેશ નામનો યુવક ઈલેક્ટ્રીક દુકાન ચલાવે છે. તેણે પોતાની બાઈકની હેડલાઈટ પર એક કાગળ ચોંટાડી દીધું છે. જેના પર લખવામાં આવ્યું છે કે, આર્થિક મંદીના કારણે ટ્રાફીકનો દંડ ભરી શકું એમ નથી. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પહેલા પણ દંડને કારણે નોખા મામલા સામે આવ્યા હતા. પોતાની બાઈક લઇને પસાર થતા એક યુવકે નવા વ્હીકલ એક્ટનું પાલન કરવા માટે માથામાં હેલમેટની જગ્યા પર તપેલી પહેરી હતી. આ યુવકે તપેલી પહેરીને નિયમનું પાલન પણ કર્યું અને વિરોધ પણ નોંધાવ્યો હતો.

બીજી તરફ જેતપુરમાં રહેતા નાગજી મેર નામના વૃદ્ધ પોતાની ટુ વ્હીલર પર કોઈ કામ માટે નીકળ્યા હતા. નાગજી મેરે પણ હેલ્મેટ પહેરવાના બદલે પોતાના ઘરે રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું તપેલું પહેર્યું હતું. તેમણે કહેલું કે, આ મોંઘવારીમાં હેલમેટ લેવો પરવડે તેમ નથી એટલા માટે તપેલું પહેરીને નીકળ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp