રો-હાઉસ ધારકોને વેચાણ દસ્તાવેજ કરી આપવા કોર્ટે જમીન માલિક-બિલ્ડરને હુકમ કર્યો

PC: nccourts.gov

અઠવાલાઇન્સ પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો-હાઉસના માલિકોને વેચાણ દસ્તાવેજ નહીં કરી આપતા સુરત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઇ હતી. સુરત કોર્ટે જમીન માલિક અને બિલ્ડરને ગોકુલ રો-હાઉસના રહીશોને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો હુકમ કર્યો હતો. 

કેસની વિગત મુજબ કાજલ કન્સ્ટ્રક્શન પ્રા. લી., હરિપ્રસાદ માલપાની, ગજાનંદ માલપાની અને જયંતિ બાલુ આહિર વિરુદ્ધ સુરત કોર્ટમાં નીતિન ચંદુ કાપડિયા અને અન્ય 12 રો-હાઉસ ધારકોએ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફતે સુરત જિલ્લા કોર્ટમાં અલગ-અલગ ફરિયાદો કરી હતી. રો-હાઉસની પુરેપુરી કિંમત ચુકવી દીધી હતી અને મિલકતનો કબ્જો પણ સોંપી દીધો હતો. 

એડવોકેટ શ્રેયસ દેસાઇએ કોર્ટમાં દલીલો કરતાં કહ્યું કે, અરજદારો વેચાણ દસ્તાવેજ કરાવવા માટે તૈયાર હતા, પરંતુ બિલ્ડર અને જમીન માલિકોએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આ અંગે સુરત કોર્ટે જમીન માલિક અને ડેવલોપરને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમને જમીન માલિકે ગુજરાતની વડી ગ્રાહક અદાલતમાં પડકાર્યો હતો. છતાં પણ સુરત કોર્ટનો હુકમ યથાવત રહ્યો હતો. ત્યારબાદ આ હુકમને નેશનલ કમિશન સમક્ષ પણ પડકારાયો હતો, પરંતુ નેશનલ કમિશનને પણ અરજદારોને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો હુકમ યથાવત રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp