પ્રેમીને પ્રેમિકા સાથે ફરવાનું પડ્યું ભારે, યુવતીના પરિવારે જાહેરમાં કરી ધોલાઈ

PC: youtube.com

ઘણીવાર તમે એવા કિસ્સાઓ જોયા હશે કે પ્રેમી પંખડાઓને ફરવા જતા કે કોઈ સ્થળ પર જોઈને યુવતીના પરિવારજનોએ બંનેને માર માર્યો હોય અને આ પ્રકારની ઘટનાના ઘણીવાર સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થાય છે. આ પ્રકારની એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે પણ આ ઘટનામાં ફરક એટલો છે કે, યુવક અને યુવતી બંને સાથે ફરવા માટે ગયા હતા, પરંતુ યુવતીના પરિવારજનોએ યુવકને જાહેર રસ્તા પર ઢોરમાર માર્યો અને યુવતીને ઠપકો પણ ન આપ્યો. ફરવા જવામાં યુવતીની સહમતિ હોવા છતાં પણ યુવકને એકલાને જ પરિણામ ભોગવવાનો વારો આવ્યો.

એક રિપોર્ટ અનુસાર, બે પ્રેમી પંખીડા સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ફરવા માટે આવ્યા હતા. આ બાબતે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેઓ યુવક અને યુવતી જે સ્થળ પર ફરવા ગયા હતા ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનોએ યુવક અને યુવતીને એક સાથે પકડ્યા હતા. જેથી યુવતીના માતા-પિતાએ યુવકને જાહેર રસ્તા પર માર મારવાનું શરૂ કર્યું હતું. 

યુવકની જાહેરમાં ધોલાઈ થતી જોઈને લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. યુવકને માર ખાતો જોઈને એક પણ વ્યક્તિ યુવકને છોડાવવા ન આવ્યો અને યુવકની ધોલાઈ જોઈને આનંદ લેતા રહ્યા હતા. યુવતી પોતાની ઈચ્છાથી યુવક સાથે ફરવા આવી હોવા છતાં પણ યુવતીના પરિવારજનોએ યુવકને દોષી બનાવીને માર માર્યો હતો. આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને યુવકને યુવતીના પરિવારજનોથી બચાવ્યો હતો. પોલીસે યુવતીના પરિવારજનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને પછી રસ્તા પરથી ટ્રાફિક હળવો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp