અદાણી ફાઉન્ડેશને યોજ્યો ઉમરપાડાની આદિવાસી મહિલાઓ માટે પ્રેરણા પ્રવાસ

PC: Khabarchhe.com

અદાણી ફાઉન્ડેશન આદિવાસી મહિલાઓ પગભર બની આવક મેળવે એ ઉદ્દેશ સાથે ઉમરપાડા તાલુકાના ઘાણાવડ અને ચોખવાડા ગામના સખીમંડળની 50 બહેનોને બાયફ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ લાઈવલીહુડ એન્ડ ડેવલોપમેન્ટ સંસ્થા લાછકડી, તા. વાંસદા ખાતે પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ પ્રવાસમાં ઉમરપાડા મિશન મંગલમ હેઠળ નોંધાયેલા સખીમંડળની બહેનોએ બાયફ સંસ્થા દ્વારા ચાલતી મહિલા સશક્તિકરણની કામગીરી જેવીકે કેરીનો રસ, વિવિધ જાતના અથાણાં, નાગલીના પાપડ બનાવાની ફેક્ટરી, મશરૂમ, રીંગણ, મરચા, તુવરફળી, ટીંડોડા, કાકડીની ખેતી, બહેનો દ્વારા ચાલતી નાહરી હોટલની મુલાકાત લઈ સમગ્ર પ્રોજેકટને સમજ્યો હતો.

લાછકડી ખાતે મુલાકાત દરમિયાન ઉમરપાડાની બહેનોએ તમામ પ્રવૃતિ એમના વિસ્તારમાં કઈ રીતે થઈ શકે, આવક કેટલી થાય એવી તમામ માહિતી મેળવી હતી. પોતાની આવક વધારવા માટે તત્પર આ આદિવાસી બહેનો પણ ઘરઆંગણે વિવિધ પ્રવૃતિ કરતી થઈ છે. ઉપરપાડા તાલુકાના ઘાણાવડ ગામની બહેનો અદાણી ફોઉન્ડેશન સાથે જોડાઈને તાલીમ મેળવી હવે અથાણાં પાપડ અને ગરમ મસાલા બનાવીને આવક મેળવવાની શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp