અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા માસિક સ્વાસ્થ્ય-સ્વચ્છતા અંગે તાલીમ

PC: https://www.facebook.com/AdaniFoundation/

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના લવાછા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઝેડ.એમ. પટેલ હાઇસ્કુલની 9મા ધોરણની વિદ્યાર્થીનીઓ સાથે "કિશોરી સ્વાસ્થ્ય અને માસિક દરમ્યાન સ્વચ્છતા" અંગે બે દિવસીય સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ સેમિનારમાં અમદાવાદની ચેતના સંસ્થાના નિષ્ણાંત દ્વારા વૈજ્ઞાનિક ઢબે માસિક સ્વાસ્થ્ય અને માસિકચક્રની પ્રક્રિયા શું હોય છે તે વિષયે વિગતે માહિતી આપવામાં આવી હતી. બે દિવસના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને માસિક સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. કાર્યક્રમનો મુખ્ય હાર્દ સમાજને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવાના પાયામાં મહિલાઓ છે અને એમના સ્વાસ્થ્યને પણ પ્રાથમિકતા જરૂરી છે. બે દિવસના તાલીમ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત વિવિધ સરકારી શાળામાં તાલીમ આપતા ઉત્થાન સહાયકોએ પણ તાલીમ મેળવી હતી. આગામી દિવસોમાં ઉત્થાન સહાયક પણ "કિશોરી સ્વાસ્થ્ય અને માસિક દરમ્યાન સ્વચ્છતા" અંગે જાગૃતિ કાર્યક્રમ કરશે. ઓલપાડના લવાછામાં યોજાયેલા બે દિવસના તાલીમ કાર્યક્રમ જેવો જ કાર્યક્રમ બીજી ચાર શાળામાં પણ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp