ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ મુશ્કેલીમાં, કોહલી ફરી ફ્લોપ, જાણો ત્રીજા દિવસના અંત

PC: twitter.com/BLACKCAPS

વેલિંગટનમાં ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ-ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પણ ન્યૂઝીલેન્ડ ભારત પર ભારે પડતું જોવા મળ્યું હતું. ભારતે આજે ન્યૂઝીલેન્ડને 348 રને ઓલઆઉટ કરી દીધું હતું, પરંતુ બીજી ઇનિંગમાં રમવા ઉતરેલી ભારતીય ટીમ કંઇ ખાસ કમાલ નહોતી કરી શકી. ભારતની 4 વિકેટ 113 રને જ પડી ગઈ હતી. આજે ફરીએકવાર વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો, તેણે19 રન જ બનાવ્યા હતા. આજે મયંક અગ્રવાલનું બેટ ફાઇનલી બોલ્યું હતું અને તેણે 58 રન બનાવ્યા હતા.

પૃથ્વી શૉ પણ ખાસ કમાલ નહોતો કરી શક્યો તે 14 રને બોલ્ટને પોતાની વિકેટ આપી બેઠો હતો. પૂજારા પણ 11 રન જ બનાવી શક્યો હતો. ત્રીજા દિવસના અંતે અજિંક્ય રહાણે અને હનુમા વિહારી ક્રીઝ પર હતા. ભારતે ત્રીજા દિવસના અંતે 4 વિકેટના નુકસાને 144 રન બનાવી લીધા છે, પરંતુ હજુ પણ ભારત ન્યૂઝીલેન્ડથી 39 રન પાછળ છે. ન્યૂઝીલેન્ડ તરફથી આજે બોલ્ટ ચમક્યો હતો. તેણે 3 વિકેટ્સ લીધી હતી. આ સિવાય આજે ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન જેમીસન પણ ચમક્યો હતો, તેણે 44 રન બનાવ્યા હતા અને બોલ્ટે બેટથી પણ કમાલ કરતા 24 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 38 રન બનાવી લીધા હતા.

બીજા દિવસના અંતે જાણો શું હતી સ્થિતિ...

પહેલા દિવસે 122 રને પાંચ વિકેટ ગુમાવી ચૂકનારી ભારતીય ટીમનો બીજો દિવસ પણ ખરાબ રહ્યો હતો અને ભારતીય ટીમ 165 રને જ ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ 46 રન હાઇએસ્ટ બનાવ્યા હતા. આજે ફરીએકવાર રિષભ પંત ફેલ ગયો હતો, તે 19 રન જ બનાવી શક્યો હતો. મોહમ્મદ શામીએ 21 રન બનાવ્યા હતા, જે ફર્સ્ટ ઇનિંગનો ત્રણ હાઇએસ્ટ રન છે.

Image

ભારતને 165 રને ઓલઆઉટ કરી દેનારી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત તો સારી નહોતી રહી. 26 રને તેમની પહેલી વિકેટ અને 73 રને બીજી વિકેટ પડી ગઈ હતી, પરંતુ ત્યાર બાદ વિલિયમસન અને રોસ ટેલરની બેટિંગની મદદથી ન્યૂઝીલેન્ડે પકડ મજબૂત કરી લીધી હતી. કેન વિલિયમસને 89 રન બનાવ્યા હતા, જ્યારે રોસ ટેલરે 44 રન બનાવ્યા હતા. બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 5 વિકેટના નુકસાને 216 રન બનાવી લીધા છે. ભારત તરફથી ઇશાંત શર્મા સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે 15 ઓવરમાં 3 વિકેટ્સ લીધી હતી. આ સિવાય મોહમ્મદ શામી અને અશ્વિને 1-1 વિકેટ લીધી હતી. બૂમરાહે 18 ઓવર બોલિંગ કરી હતી, પરંતુ તેને સફળતા નહોતી મળી શકી.

પહેલા દિવસની સ્થિતિ...

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહી છે. વરસાદના કારણે પહેલા દિવસના છેલ્લા સેશનની ગેમ ધોવાઈ ગઈ હતી. ભારતે ટી બ્રેક સુધીમાં 5 વિકેટ પર 122 રન બનાવી લીધા હતા. આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અજિંક્ય રહાણે 38 અને રિષભ પંત 10 રન બનાવીને ક્રિઝ પર હતા.

ન્યૂઝીલેન્ડના બોલર્સોએ શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો પર પ્રેશર બનાવીને રાખ્યું. સાઉદી, બોલ્ટ અને જેમિસને ભારતીય બેટ્સમેનોને સેટ થવાની તક જ ના આપી. જોકે, પૃથ્વી શૉએ શરૂઆતમાં 2 ચોગ્ગા જરૂર માર્યા, પરંતુ તે વધુ સમય સુધી ક્રિઝ પર ટકી ના શક્યો. તે ફાસ્ટ બોલર ટિમ સાઉદીની બોલ પર 16 રન બનાવીને બોલ્ડ થઈ ગયો. શૉ બાદ બેટિંગ કરવા ઉતરેલો ચેતેશ્વર પૂજારા પણ પોતાની બેટિંગ દ્વારા કંઈ ખાસ કમાલ ના કરી શક્યો. તેણે બીજી વિકેટ માટે મયંક અગ્રવાલની સાથે 19 રનની પાર્ટનરશિપ કરી અને 42 બોલમાં માત્ર 11 રન કરીને જે જેમિસનની બોલ પર આઉટ થઈ ગયો. પુજારા બાદ કેપ્ટન કોહલી મેદાન પર ઉતર્યો.

ફેન્સને તેની પાસે લાંબી ઈનિંગની આશા હતી. પરંતુ કેપ્ટન કોહલી માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ અજિંક્ય રહાણેએ ચોથી વિકેટ માટે મયંક અગ્રવાલની સાથે 48 રનોની પાર્ટનરશિપ કરી. મયંક અગ્રવાલ 34 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ હનુમા વિહારી માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો. ન્યૂઝીલેન્ડની ટીમ માટે જેમિસને 3 વિકેટ લીધી છે. જ્યારે બોલ્ટ અને સાઉદીને 1-1 વિકેટ મળી છે.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર નવદીપ સેની આ મેચમાં ડેબ્યૂ ના કરી શક્યા. આ ઉપરાંત, રિદ્ધિમાન સહા અને રવિન્દ્ર જાડેજાને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં નથી આવ્યા. વિકેટકીપર રિદ્ધિમાન સહાની જગ્યા રિષભ પંતને મળી છે.

ભારત

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન.

ન્યૂઝીલેન્ડ

કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ બ્લંડેલ, ટ્રેંટ બોલ્ટ, કોલિન ડી ગ્રેંડહોમ, કાઈલ જેમિસન, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ટિમ સાઉદી, રોસ ટેલર, બીજે વોટલિંગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp