INDvsAUS: રાજકોટ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીત્યુ, કોહલીએ ટીમમાં કર્યા આ 2 ફેરફાર

PC: bcci.tv

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વન-ડેમાં શરમજનક હાર સહન કર્યા બાદ આજે ભારતીય ટીમ પૂરા જોશ સાથે રમવા ઉતરશે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ફરીએકવાર ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ત્રણ વન-ડે મેચની સીરિઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી લીધી છે, ત્યારે આજે ભારતીય ટીમ એડી ચોટીનું જોર લગાવી દેશે. રાજકોટમાં કોહલીની સામે સૌથી મોટો પડકાર બેટિંગ ક્રમ છે. રિષભ પંત તો ઇજાને કારણે હાલમાં ટીમની બહાર છે. પહેલી મેચમાં કોહલીએ ચોથા નંબરે ઉતરવાનો નિર્ણય કર્યો હતો અને તે નિર્ણય ખરાબ સાબિત થયો હતો.

ટીમની વાત કરીએ કોહલીએ શર્દૂલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીને જગ્યા આપી છે. રિષભ પંતની જગ્યાએ મનિષ પાંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિષભના સ્થાને કે.એસ.ભરતને બોલાવવામાં આવ્યો છે, પરંતુ તેને ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. હાલમાં કે.એલ.રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવાશે.

આ છે બીજી વન-ડે માટે ભારતીય ટીમ....

રોહિત શર્મા

શિખર ધવન

વિરાટ કોહલી

કે.એલ.રાહુલ

શ્રેયસ ઐયર

મનિષ પાંડે

રવિન્દ્ર જાડેજા

નવદીપ સૈની

કુલદીપ યાદવ

મોહમ્મદ શામી

જસપ્રીત બૂમરાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp