IND vs SA: આફ્રિકા સામેની T-20 મેચ પહેલા જાણો મોહાલીના હવામાન વિશે

PC: hindustantimes.com

રવિવારે સતત વરસાદને પગલે ધર્મશાલામાં ભારત અને આફ્રિકા વચ્ચેની મેચ ધોવાઈ ગઈ હતી. પણ બુધવારે ક્રિકેટના ચાહકોને હવામાન નિરાશ કરશે નહીં. હવામાન આગાહી પ્રમાણે મોહાલીમાં વાતાવરણ અનુકૂળ રહેશે. મોહાલીના PCA IS બિન્દ્રા સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી T-20 મેચ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

હવામાન આગાહી મુજબ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી T-20 મેચ દરમિયાન આકાશ ખુલ્લું રહેવાની સંભાવના છે. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ભેજ 70-75 ટકાની આસપાસ રહેશે. જે ખેલાડીઓ માટે સારા સમાચાર નથી.

પિચની વાત કરીએ તો, બેટ્સમેનો સારા એવા રન કરી શકે છે. મોહાલીની પીચ T-20 મેચમાં મોટા સ્કોર માટે જાણીતી છે. તો બીજી બાજુ પીચથી સારો એવો બાઉન્સ મળી શકે છે. આમ, બેટ્સમેન અને બોલર બંનેને ફાયદો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp