ફિન્ચે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની ઓલટાઇમ ODI XI બનાવી, આ 6 ભારતીય ખેલાડીને આપી જગ્યા

PC: khabarchhe.com

ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમના વનડેના કેપ્ટન એરોન ફિન્ચે હાલમાં જ ભારત-ઓસ્ટ્રેલિયા ઓલ ટાઈમ વનડે ઈલેવન માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરી છે. તેના આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ નહોતા. રોહિત શર્મા, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નરને તેણે આ ટીમમાં સામેલ નથી કર્યા. તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર અને સ્ટીવ વો પણ આ ટીમમાં નજરે ન પડ્યા. કોરોના વાયરસની મહામારીના કારણે બધી ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્થગિત કે રદ્દ કરી દેવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિમાં દુનિયાભરના ક્રિકેટરો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. મેદાન પર કોઈ રીતેની ક્રિકેટને લગતી ગતિવિધિ નથી દેખાઈ રહી. જોકે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના કેટલાક ખેલાડીઓએ મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. લોકડાઉન દરમિયાન મોટાભાગના ક્રિકેટરો પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાઈ રહ્યા છે. આ સમયે ખેલાડીઓમાં પસંદગીકારોની ભૂમિકા પણ દેખાઈ રહી છે અને પોતપોતાની અલગ અલગ પ્લેઇંગ ઈલેવન ટીમ પસંદ કરી રહ્યા છે.

આ લિસ્ટમાં હવે ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિન્ચ પણ સામેલ થઈ ગયો છે. તેણે સ્પોર્ટ તક પર વાતચીત કરતા ભારત અને ઓસ્ટ્રેલિયાની કમ્બાઈન ઓલ ટાઈમ ઈલેવન ટીમ પસંદ કરી છે. તેણે સૌથી પહેલા ઓપનરના રૂપમાં વીરેન્દ્ર સેહવાગને પસંદ કર્યો. તે એડમ ગિલક્રિસ્ટ સાથે ઈનિંગની શરૂઆત કરશે. ફિન્ચે રોહિત શર્માની જગ્યાએ સેહવાગને પસંદ કર્યો છે. ફિન્ચે કહ્યું કે, ‘ઓપનિંગ માટે મારી પહેલી પસંદ સેહવાગ છે. તેનો એટલો દબદબો રહ્યો છે કે જ્યારે તે રમી રહ્યો હતો તો લાગતું હતું કે મેચ પૂરી થઈ ગઈ છે. જોકે રોહિત શર્માનો શાનદાર રેકોર્ડ છે પરંતુ, હું સેહવાગ અને ગિલક્રિસ્ટ પાસે ઈનિંગની શરૂઆત કરાવવા માંગુ છું.

એરોન ફિન્ચે બેટિંગ માટે ત્રીજા નંબરે રિકી પોન્ટિંગ અને 4 નંબર માટે વિરાટ કોહલીનું નામ લીધું. ત્રીજા અને ચોથા નંબરે પોન્ટિંગ અને કોહલી હશે. હાર્દિક પંડ્યા અને એન્ડ્ર્યુ સાયમંડ બે ઓલરાઉન્ડર ટીમમાં રહેશે. ઓસ્ટ્રેલિયન ઓપનર ફ્રિન્ચે, બ્રેટલી, જસપ્રીત બુમરાહ અને ગ્લેન મેકગ્રા સાથે બોલિંગ લાઈનઅપ પૂરી કરી.

ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટને ભારતના પૂર્વ કેપ્ટનના ભવિષ્યને લઈને પણ કમેન્ટ કરી હતી. ધોની દુનિયાના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. વર્લ્ડ કપની સેમિફાયનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્વ મળેલી હાર પછી તેણે ભારતીય ટીમ માટે કોઈ મેચ નથી રમી. આ દરમિયાન ધોનીની નિવૃત્તિને લઈને પણ ચર્ચાઓ થઈ છે. જોકે ધોનીએ અત્યાર સુધી પોતાની નિવૃત્તિને લઈને કોઈ નિવેદન નથી આપ્યું. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ધોનીની ટીમમાં વાપસી થશે કે પછી વર્ષ 2019ની એ મેચ તેના કરિયરની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ બની જશે?

એરોન ફિન્ચે કહ્યું કે, ‘હું વિશ્વાસથી નહીં કહી શકું. ઈમાનદારીથી કહું તો મને ધોનીની બાબતે આનાથી વધારે કશું જ ખબર નથી. હું માત્ર એટલું જાણું છું કે, તે એક મહાન ખેલાડી છે. મને તેને રમતા જોવાની મજા આવે છે. હું ધોનીના ભવિષ્યને લઈને જવાબ નહીં આપી શકું કારણ કે, હું કંઈ જ નથી જાણતો. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજાના ઉગ્ર વિરોધી નથી રહ્યા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને વચ્ચે કટોકટીની મેચો થઈ છે. ભારતીય ટીમે ત્રણેય ICC ટાઈટલ જીત્યા છે. T20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી.

એરોન ફિન્ચની ઓલ ટાઈમ ભારત-ઓસ્ટ્રેલિયા વનડે ટીમ આ મુજબ છે :

વીરેન્દ્ર સેહવાગ, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, એન્ડ્ર્યુ સાયમંડ્સ, બ્રેટલી, જસપ્રિત બુમરાહ, ગ્લેન મેકગ્રા, બ્રેડ હોગ/હરભજન સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp