ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા આ સ્ટાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની પત્નીને મળી ધમકી

PC: crictracker.com

ક્રિકેટમાં કેટલીક વખતે ખૂબ હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે તો કેટલીક વખતે દુઃખદ ઘટનાઓ સામે આવે છે. ક્રિકેટમાં કેટલીક વખતે બેટ્સમેનો કે બોલરો ખરાબ ફોર્મમાંથી પસાર થાય છે. આ દરમિયાન તેમણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે, ક્યારેક ફેન્સના ટ્રોલનો સામનો કરવો પડે છે, તો ક્યારેક ખરાબ ફોર્મના કારણે ફેન્સ ખેલાડીઓ કે તેમના પરિવારને ધમકી પણ આપી નાખે છે. આવી જ એક ઘટના સામે આવી છે ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયાના એક બેટ્સમેનના ખરાબ ફોર્મના કારણે તેની પત્નીને ધમકી મળી છે. ચાલો તો જોઈએ કે તે કયો ખેલાડી છે જેની પત્નીને ધમકી મળી છે.

ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમના લિમિટેડ ઓવરના કેપ્ટન અને ઓપનર આરોન ફિન્ચ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝની શરૂઆતી બે મેચમાં તેની બેટથી વધારે રન ન નીકળ્યા. તેણે બે મેચમાં માત્ર 13 રન બનાવ્યા. ફિન્ચના ખરાબ પ્રદર્શનથી ફેન્સમાં નારાજગી છે. આરોન ફિન્ચના ખરાબ પ્રદર્શનના કારણે તેની પત્ની એમી ફિન્ચને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને અપશબ્દ કહી રહ્યા છે. એક ફેન્સે તો પત્નીને ગાળો આપી અને કહ્યું કે આરોનને કહી દો કે T20 કેપ્ટની છોડી દે. તેના કારણે હું બરબાદ થઈ ગયો છું.

એમી ફિન્ચે કહ્યું કે આ રીતેની વાત સ્વીકાર કરી શકાય નહીં. મારો પતિ રન બનાવવા માટે દરેક રીતેના પ્રયત્ન કરી રહ્યો છે. આ રીતેની વાતો મારા માટે એક સપનાની જેમ છે, પરંતુ સૌથી ખરાબ નથી. આરોન ફિન્ચની પત્નીએ કહ્યું કે પહેલા પણ આ રીતેની વસ્તુઓ થતી રહી છે, પરંતુ પહેલીવાર મને અને મારી ફેમિલીને ટારગેટ કરવામાં આવી છે. હું આ રીતેની વસ્તુઓને સહન નહીં કરી શકું. તમને જણાવી દઇએ કે આરોન ફિન્ચની બેટ છેલ્લી કેટલીક મેચોથી શાંત રહી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની સીઝનમાં પણ ફિન્ચ ફ્લોપ રહ્યો હતો. તેના ખરાબ પ્રદર્શનની અસર IPL 2021ના ઓક્શનમાં દેખાઇ. તેને કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નથી. IPL સિવાય બિગ બેશ લીગ (BBL)મા પણ આરોન ફિન્ચ કંઈ ખાસ કરી શક્યો નહોતો. ફિન્ચનો T20 રેકોર્ડ જોઈએ તો તેણે 68 T20 ઇન્ટરનેશનલમાં 2 સેન્ચુરી અને 12 હાફ સેન્ચુરી સાથે 2162 રન બનાવ્યા છે. ઓવરઓલ T20મા તેણે 316 મેચ રમી છે અને 9,534 રન બનાવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp