કોહલી-સ્ટોક્સ વચ્ચે તૂતૂ-મેમે, અમ્પાયરે વચ્ચે આવવું પડ્યું, જુઓ વીડિયો

PC: foxsports.com.au

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ છે. આ મેચ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વચ્ચે કંઈક બોલાચાલી જોવા મળી હતી. બંને વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે બચાવ માટે અમ્પાયરે વચ્ચે આવવું પડ્યું હતું. ભારત ઈંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઈંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા 30 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટોક્સ અને જોની બેયરેસ્ટોએ મળીને ઈંગ્લેન્ડની ઈનિંગને સંભાળી હતી. આ દરમિયાન વિરાટ અને સ્ટોક્સ વચ્ચે કંઈક બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. સિરાઝના બાઉન્સર બોલ પછી સ્ટોક્સે તેને કંઈક કહ્યું અને બંનેએ એકબીજાને ઘૂર્યા પણ હતા. સ્ટોક્સ અને સિરાઝ વચ્ચે ઘણો કડક મુકાબલો જોવા મળ્યો હતો. જ્યારે વાત ઘણી વધતી લાગી તો કેપ્ટન વિરાટે સ્ટોક્સને કંઈક કહ્યું, જેના પછી બંને વચ્ચે તનાતની જોવા મળી અને અમ્પાયરે બંને વચ્ચે દખલ પાડવી પડી હતી.

મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડ તરફથી ડોમિનિક સિબ્લે, જેક ક્રોલ અને કેપ્ટન જો રૂટ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ ત્રણેમાંથઈ એક પણ બેટ્સમેન બે આંકજા સુધી પહોંચી શક્યો ન હતો. અક્ષર પટેલે જ્યાં સિબ્લે અને ક્રોલને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો, ત્યાં સિરાઝે રૂટની વિકેટ ઝડપી હતી. રૂટ માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

સીરિઝમાં હાલ ભારત 2-1થી આગળ ચાલી રહ્યું છે. હાલમાં ઈંગ્લેન્ડની ટીમે 188 રન પર આઠ વિકેટ ગુમાવી  દીધી છે. અક્ષર પટેલે હમણાં જ લોરેન્સને 46 રને આઉટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp