IPL 2020માંથી CSK આઉટ, સાક્ષીએ લખી ઈમોશનલ પોસ્ટ

PC: instagram.com

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે જીત મેળવતા ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સનું દિલ તૂટી ગયું છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફનો હિસ્સો નહીં બની શકે. ટુર્નામેન્ટના લીગ સ્ટેજમાં ઘણા ખરાબ પરફોર્મન્સથી ગુજરી રહેલી CSK ફરીથી ટ્રેક પર આવી ત્યાં સુધીમાં ગણિત તેમની વિરુદ્ધ થઈ ચૂક્યું હતું.

 
 
 
View this post on Instagram

💛

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

રવિવારે ધોનીની ટીમે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સરળતાથી હાર આપી હતી. પરંતુ સાંજે રમાયેલી મેચમાં રાજસ્થાનની જીત થતા, CSK આ વર્ષના આઈપીએલની પ્લેઓફનો હિસ્સો બની શકી ન હતી. જેનું દુખ CSKના ફેન્સની સાથે ટીમના દરેક ખિલાડીઓના મોઢાં પર જોવા મળી રહ્યું છે. આવા કપરા સમયે ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીન પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર ઈમોશનલ થઈને એક પોસ્ટ લખી છે. તેણે લખ્યું છે કે, આ એક ખેલ છે.. તમે લોકો વિજેતા છો. તમે હંમેશા અમારા સુપર કિંગ્સ જ રહેશો.

ગઈકાલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ધોનીની ટીમે ઘણું સારું પ્રદર્શન કરી જીત હાંસલ કરી છે, આ જીતને લીધે તેમની પ્લેઓફમાં જગ્યા બનાવવાની આશા લાગી રહી હતી. મેચના અંતમાં ધોનીએ કહ્યું હતું કે, મને લાગે છે કે આ અમારી પરફેક્ટ મેચોમાંની એક છે. દરેક વસ્તુ પ્લાન પ્રમાણે થઈ હતી. અમે અમારા પ્લાનને ઘણી સારી રીતે પૂરો પાડ્યો હતો. અમે સતત વિકેટ લઈ રહ્યા હતા જેનાથી સામેની ટીમ ઓછા રનમાં આઉટ થઈ શકે.

 

તેણે વધુમાં કહ્યું હતું કે, અમારા સ્પિનરોએ ઘણો સારો કમાલ દેખાડ્યો હતો. અમે બેટિંગમાં શરૂઆત સારી કરી ન હતી. પરંતુ ઋતુરાજે સારી બેટિંગ કરીને ટીમને સારા રન પર પોહંચાડી હતી. ધોનીની પત્ની સાક્ષી હંમેશા તેના સારા અને ખરાબ સમયમાં તેની સાથે સતત ઊભી રહેલી જોવા મળે છે. ભલે ધોનીની ટીમ આ વખતે IPLમાં સારું પ્રદર્શન કરી શકી નહતી, છત્તાં તેણે ધોનીનો સાથ છોડ્યો  ન હતો.

 
 
 
View this post on Instagram

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

તેણે સોશિયલ મીડિયા પર ઘણી લાંબી પોસ્ટ લખીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના વખાણ કરવાની સાથે કહ્યું હતું કે આ તો ગેમ છે, તો ક્યારેક હાર જીત ચાલ્યા કરે છે. થોડા સમય પહેલા ધોનીએ સોશિયલ મીડિયા પર તેના આંતરરાષ્ટ્રીય ક્રિટમાંથી નિવૃત્તિ લીધી હોવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp