રામ મંદિરના ભૂમિપૂજન બાદ આ પાકિસ્તાની ખેલાડી બોલ્યો- જય શ્રી રામ

PC: ndtvimg.com

વર્ષોથી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેનો નિવેડો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન બાબરી મસ્જિદની જગ્યા રામલલાને આપવા જ્યારે મસ્જિદ બનાવવા અયોધ્યામાં જ મુસ્લિમ સમાજને 5 એકર જમીન આપવા માટે કહેવામાં આવ્યું હતું. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવે. ત્યારબાદ એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રામ મંદિરના નિર્માણ થવાની લોકો રાહ જોઈ રહ્યા હતા, તેમની એ ઈચ્છા પૂરી થઈ છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજનમાં ભાગ લઈને મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ મુકી હતી.

લાંબા સમયની રાહ જોયા બાદ રામ મંદિરનો પાયો નાંખી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન કાર્યક્રમમાં મંદિરની પહેલી ઈંટ મુકી હતી. એ સાથે જ દેશમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. ક્યાંક લાડુ વહેંચવામાં આવ્યા, તો  ક્યાંક દીવા સળગાવીને ઉત્સવની જેમ સેલિબ્રેટ કરવામાં આવ્યું. આ દરમિયાન પાડોશી દેશમાં પણ આ ઐતિહાસિક પગલાંને લઈને ખુશી જોવા મળી રહી છે. પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ રામ મંદિરના ભૂમિ પૂજનને દુનિયાભરના હિન્દુઓ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. દાનિશ કનેરિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘આજે દુનિયાભરના હિન્દુઓ માટે ઐતિહાસિક દિવસ છે. ભગવાન રામ આપણા આદર્શ છે. આપણે સુરક્ષિત છીએ અને આપણા ધાર્મિક વિશ્વાસોને કોઈ સમસ્યા ન થવી જોઈએ. પ્રભુ શ્રીરામનું જીવન આપણને એકતા અને ભાઈચારો શીખવે છે, જય શ્રીરામ.’

જય શ્રીરામ કહેતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, ભગવાન શ્રીરામની સુંદરતા તેમના ચરિત્રમાં સમાયેલી છે, તેમના નામમાં નહીં. પ્રભુ શ્રીરામ વિજયના પ્રતીક છે. આજે દુનિયાભરમાં ખુશીની લહેર છે. આ ખૂબ સંતોષકારક પળ છે. તમને જણાવી દઈએ કે, દાનિશ કનેરિયા ગયા વર્ષે ડિસેમ્બરમાં અચાનક ચર્ચામાં આવી ગયો હતો. જ્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે, કેટલાક પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા સાથે ખાવાનું ખાવામાં પણ ખચકાતા હતા કારણ કે તે હિન્દુ છે. જોકે ત્યારબાદ અખ્તરે સ્પષ્ટ કર્યું હતું કે, કનેરીયાના સંબંધમાં આપવામાં આવેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp