કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર થતા જ મેદાન પર ઉતર્યો ધોની, હરભજને કર્યો આ ખુલાસો

PC: crickettimes.com

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ઝારખંડ રણજી ટીમની સાથે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 38 વર્ષીય ધોનીને BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. ધોની પોતાના ભવિષ્યને લઈને લગાવવામાં આવી રહેલી અટકળોની વચ્ચે રાંચીમાં પોતાની ઘરેલૂ ટીમની નેટ પ્રેક્ટિસ દરમિયાન હાજર હતો. આ રીતે તેણે આગામી IPL માટે પોતાને તૈયાર રાખવાના સંકેત પણ આપી દીધા છે.

રિપોર્ટ અનુસાર, ઝારખંડ ટીમ પ્રબંધનને પણ એ વાતની જાણ નહોતી કે ધોની તેમની સાથે પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યો છે. તે તેમના માટે પણ સુખદ આશ્ચર્ય હતું. પ્રેક્ટિસ દરમિયાન તેણે થોડીવાર સુધી બેટિંગ કરી હતી. ધોની પોતાની પ્રેક્ટિસ માટે નવું બોલિંગ મશીન પણ લઈને આવ્યો હતો. ઝારખંડની ટીમને લાલ બોલથી અભ્યાસ કર્યો હતો, જ્યારે ધોની વ્હાઈટ બોલથી પ્રેક્ટિસ કરશે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ પોતાની આવનારી મેચ રાંચીમાં રવિવારે ઉત્તરાખંડ વિરુદ્ધ રમશે. ધોની 9 જુલાઈએ ભારતની સેમિફાયનલમાં ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ એક પણ ઈન્ટરનેશનલ મેચ નથી રમ્યો.

મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયર્મેન્ટની અટકળો વચ્ચે ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, જો કે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સારું પ્રદર્શન કરશે, તો પણ તેની ફરીથી ભારતીય ટીમમાં રમવાની કોઈ સંભાવના નથી. હરભજનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ધોની T20 વર્લ્ડ કપમાં રમશે, કારણ કે તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તો તેના જવાબમાં હરભજને કહ્યું હતું કે, મને નથી લાગતું કે તે ફરીથી ભારત માટે રમશે, કારણ કે નિર્ણય કરી લેવામાં આવ્યો હતો કે તે 2019ના વર્લ્ડકપ સુધી જ રમશે. તે IPLની તૈયારી કરી રહ્યો હશે.

હરભજનને જ્યારે પૂછવામાં આવ્યું કે, ધોનીની પાસે IPlમાં સારા પ્રદર્શન બાદ ભારત માટે T20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવવાની તક હશે? તો તેના જવાબમાં હરભજને કહ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, ધોનીનું IPLમાં પ્રદર્શન શાનદાર રહેશે. પરંતુ મને નથી લાગતું કે જો તે IPLમાં સારું પ્રદર્શન કરશે તો પણ તે ભારત માટે રમી શકશે. હરભજને સામો પ્રશ્ન કરતા કહ્યું હતું કે, જો રિષભ પંત IPLમાં શાનદાર પ્રદર્શન કરશે તો શું તમે પંતની પ્લેયિંગ ઈલેવનમાંથી હટાવી દેશો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp