18 વર્ષના લાંબા ક્રિકેટ કરિયર પછી આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃત્તિ

PC: indiatvnews.com

2003ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ રહેલા ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી છે. 2001માં ડેબ્યૂ કરનારા આ ખેલાડીએ ભારત માટે છેલ્લી મેચ 12 મે 2007માં બાંગ્લાદેશ વિરુધ્ધ રમી હતી.

મોગિંયાએ તેની વનડે કારર્કિદીમાં કુલ 57 મેચો રમી જેમાં તેણે 27.95 સરેરાસે 1230 રન બનાવ્યા હતા.

મોંગિયાના ક્રિક્રેટ કરિયર પર ત્યારે જ વિરામ લાગી ગયેલો જ્યારે તેણે બોર્ડ દ્વારા બેન ICL લીગમાં ભાગ લીધો હતો. તે લીગમાં રમવાને કારણે તેની પસંદગી પછી ક્યારેય કરવામાં આવી નહી. આ લીગમાં રમેલા દરેક ખેલાડીઓને બોર્ડ દ્વારા માફી આપી દેવામાં આવી હતી, પણ મોંગિયા માત્ર એવો ક્રિકેટર હતો જેને અધિકારિક સર્કિટમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

મોંગિયાએ તેની કારર્કિદીમાં એક ટી-20 મેચ પણ રમી છે. જેમાં તેણે 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. તે ભારતની પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચ હતી. જેમાં ભારતીય ટીમની કેપ્ટન્સી વીરેન્દ્ર સેહવાગે કરી હતી. ઝીમ્બાવે વિરુદ્ધની આ મેચ ભારતે 6 વિકેટથી જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp