PAK બોલરે એવી બોલ નાખી કે બોલ્ડ થયા પછી બેન સ્ટોક્સ જોતો જ રહી ગયો, જુઓ Video

PC: akamaized.net

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ મેનચેસ્ટરમાં રમાઇ રહી છે. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 326 રન બનાવ્યા અને પછી ઈંગ્લેન્ડના બેટ્સમેનો પર દબાણ બનાવવામાં સફળ રહ્યા. પાકિસ્તાની બોલરોની ધારદાર બોલિંગની આગળ ઈંગ્લેન્ડના બેટ્સમેનો સરેન્ડર કરતા જોવા મળ્યા. પાકિસ્તાને 20 ઓવરની અંદર જ ઈંગ્લેન્ડની 4 વિકેટ લઇ લીધી. મોહમ્મદ અબ્બાસે શ્રેષ્ઠ બોલિંગ કરી અને ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યું. મોહમ્મદ અબ્બાસે બેન સ્ટોક્સને ખૂબ જ જોરદાર રીતે બોલ્ડ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

5 ઓવરમાં ઈંગ્લેન્ડ 12 રન પર પોતાની 2 વિકેટ ગુમાવી બેઠું હતું. બેન સ્ટોક્સ ઈનિંગ સંભાળવા માટે આવ્યો. મોહમ્મદ અબ્બાસે તેને આઉટ સ્વિંગ બોલ ફેંકી. સ્ટોક્સે આગળ આવીને ડિફેન્સ કરવાની કોશિશ કરી, પણ બોલ બેટની પાસેથી નિકળી અને સ્ટમ્પસ ઉડી ગયા. બોલ્ડ થયા પછી બેન સ્ટોક્સ હેરાનીથી જોવા લાગ્યો. જો રૂટ પણ હેરાન થઇ હયો કે આ બોલ પર કોઇ કઇ રીતે બોલ્ડ થઇ શકે છે.

ઈંગ્લેન્ડે પહલી જ ઓવરને ચોથી બોલ પર રોરી બર્ન્સ(4)ની વિકેટ ગુમાવી દીધી, જે શાહીન શાહ આફ્રીદીની બોલ પર આઉટ થયો. મોહમ્મદ અબ્બાસે ડોમ સિબલે(8) અને સ્ટાર બેટ્સમેન બેન સ્ટોક્સ(0)ને સસ્તામાં પેવેલિયન મોકલ્યા. જો કેપ્ટન જો રૂટને યાસિર શાહે વિકેટની પાછળ લપક્યો, જે 14 રન જ બનાવી શક્યો.

બીજા દિવસની રમત સમાપ્ત થવા પર ઓલી પોપ 46 અને જોસ બટલર 15 રન બનાવી રમી રહ્યા હતા. તો પાકિસ્તાની ઈનિંગનું આકર્ષણ મસૂદની મેરાથન બેટિંગ રહી. તેણે 470 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 319 બોલનો સામનો કર્યો અને 18 ચોગ્ગા તથા 2 છગ્ગાની મદદથી 156 રન બનાવ્યા. તેણે શાદાબ ખાનની સાથે 105 રનની ભાગીદારી પણ કરી. પાકિસ્તાની ઈનિંગમાં અઝહર અલીના આઉટ થવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ક્રિસ વોક્સે શાનદાર અંદાજમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન અઝહર અલીને આઉટ કર્યો હતો.

જણાવી દઇએ કે, પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમે શરૂઆતમાં બે વિકેટ ગુમાવી હતી. પહેલા જોફરા આર્ચરે આબિદ અલીને બોલ્ડ કરી આઉટ કર્યો પછી ક્રિસ વોક્સે કેપ્ટન અઝહર અલીને આઉટ કર્યો. બાબર આઝમે પછી કમાન સંભાળી અને પાકિસ્તાનને આગળ સુધી લઇ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp