IPL 2021ની બાકી બચેલી મેચ નહીં રમે ઇંગ્લેન્ડના ખેલાડી! જાણો કારણ

PC: cricbuzz.com

કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 પર ગ્રહણ લાગી ગયું છે. IPLની 14મી સીઝન વચ્ચેથી જ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. IPLની આ સીઝનમાં અત્યારસુધીમાં 29 મેચ રમાઈ ચૂકી હતી. ટુર્નામેન્ટ સ્થગિત થયા બાદ મોટાભાગના ખેલાડી પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે. આ સીઝન પૂરી કરાવવા માટે સતત ચર્ચા કરવામાં આવી રહી છે.

આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે, IPLની આ સીઝનની બાકી બચેલી મેચોનું આયોજન કરવામાં આવશે, તો ઇંગ્લેન્ડના ખેલાડી તેમાં સામેલ થાય તેની સંભાવના નથી. ક્રિકઇન્ફૉના સમાચારો મુજબ, ઇંગ્લેન્ડના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ એશ્લે ગિલ્સે કહ્યું હતું કે, પહેલાં ઇંગ્લેન્ડના મેનેજમેન્ટે એક ડઝનથી વધારે ઇંગ્લિશ ખેલાડીઓને IPLમાં સામેલ થવાના કારણે જૂનની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝને છોડવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે IPLની બાકી મેચ અને ફ્યુચર ટૂર પ્રોગ્રામનો ટકરાવ થવાની સંભાવના છે.

એમ કહેવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં કે નવેમ્બરના મધ્યમાં તેનું આયોજન થઈ શકે છે. પરંતુ બંને જ સમયે ઇંગ્લેન્ડના ટોચના ખેલાડી પોતાની નેશનલ ટીમમાં બીઝી હશે. ભરતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ IPL 2021ને લઈને ગત દિવસોમાં કહ્યું હતું કે, T20 લીગની બચેલી સીઝનની મેચ દેશમાં નહીં થાય. જોકે તેમણે કહ્યું કે, આ બાબતે અત્યારે કહેવું વહેલું ગણાશે કે તેને ક્યારે આયોજિત કરવામાં આવશે.

IPLની મેચો કોરોનાના કારણે ગત દિવસોમાં સ્થગિત કરી દેવામાં આવી છે. 60માંથી 29 મેચ થઈ છે. બીજી 31 મેચ થવાની છે. લીગની બચલી મેચ નહીં થાય તો બોર્ડને લગભગ 2,500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. સૌરવ ગાંગુલીએ સ્પોર્ટ્સ સ્ટાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, 14 દિવસના ક્વોરેન્ટાઇનના કારણે ખેલાડીઓને મુશ્કેલી થાય છે. તેમને સંભાળવા મુશ્કેલ થાય છે, પરંતુ અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, તેને ક્યારે આયોજિત કરવામાં આવશે. જોકે ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને UAE T20 આયોજિત કરવાની રેસમાં છે.

તમને જણાવી દઈએ કે, કોરોના IPLની શરૂઆત પહેલાં જ ખેલાડીઓને ઝપેટમાં લઈ રહ્યો હતો. પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો ખેલાડી દેવદત્ત પડિક્કલ, કોલકતા નાઈટ રાઈડર્સ (KKR)નો નીતિશ રાણા અને દિલ્હી કેપિટલ્સ (DC) સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp