હાર્દિક પંડ્યાએ IPLમાં ઘૂંટણ પર બેસી 'બ્લેક લાઈવ્ઝ મેટર'નું કર્યું સમર્થન

PC: twimg.com

મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડ પ્લેયર હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં બ્લેક લાઈવ્ઝ મેટર એટલે કે BLM (અશ્વેતોનો જીવ પણ મહત્ત્વનો છે)નું સમર્થન કર્યું છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં હાર્દિકએ પંડ્યા પોતાની બેટિંગ દરમિયાન ઘૂંટણ પર બેસીને બ્લેક લાઈવ્ઝ મેટરનું સમર્થન કર્યું હતું. આ સાથે જ હાર્દિક પંડ્યા IPLમાં બ્લેક લાઈવ્ઝ મેટરનું સમર્થન કરનારો પહેલો ખેલાડી બની ગયો છે, સાથોસાથ તેણે લોકોના દિલ પણ જીતી લીધા છે.

આ ઓલરાઉન્ડરે 21 બોલ પર નોટઆઉટ રહીને 60 રન બનાવ્યા હતા. તેણે 19મી ઓવરમાં પોતાની હાફ સેન્ચ્યૂરી પૂરી કરી હતી. આ દરમિયાન તે એક ઘૂંટણ પર બેઠો અને તેણે પોતાનો જમણો હાથ ઉઠાવીને નસ્લવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન બ્લેક લાઈવ્ઝ મેટર પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. આ દરમિયાન વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર અને મુંબઈના કાર્યવાહક કેપ્ટન કીરોન પોલાર્ડે પોતાના જમણા હાથની મુઠ્ઠી વાળીને તેનું મસર્થન કર્યું હતું.

હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલી મેચનો આ ફોટો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર પણ શેર કર્યો છે અને આ ફોટાને શેર કરતા હાર્દિક પંડ્યાએ તેના કેપ્શનમાં લખ્યું છે- બ્લેક લાઈવ્ઝ મેટર. વાત જાણે એમ છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા વેસ્ટઈન્ડિઝના ટેસ્ટ કેપ્ટન જૈસન હોલ્ડરે IPLની કોઈપણ ટીમ દ્વારા આ અભિયાન પ્રત્યે સમર્થન ના દર્શાવવા પર ગત અઠવાડિયે જ નિરાશા વ્યક્ત કરી હતી.

જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ નોટઆઉટ રહીને 60 રન બનાવ્યા હતા. તેના આ સ્કોરની મદદથી મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટ પર 195 રન બનાવવામાં સફળતા મળી હતી, પરંતુ સ્ટોક્સ અને સૈમસને ત્રીજી વિકેટ માટે 152 રનની અતૂટ ભાગીદારી કરીને રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે જીત અપાવી હતી.

બ્લેક લાઈવ્ઝ મેટરના સમર્થનમાં ઘૂંટણ પર બેસવાની શરૂઆત ઉનાળામાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે રમાયેલી સીરિઝ દરમિયાન થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગત 25 મેના રોજ અમેરિકાના મિનિપોલિસમાં આફ્રિકી મૂળના અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયુ હતું. તેને લઈને અમેરિકા સહિત આખા વિશ્વમાં ખૂબ જ વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટના બાદથી જ આ આંદોલનની શરૂઆત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp