જાડેજાને કારણે ભારતીય ટીમને લાગી 5 રનની પેનલ્ટી, ઓસ્ટ્રેલિયાને 5 રન ઓછા કરવાના

PC: youtube.com

રાજકોટમાં રમાઇ રહેલી બીજી વન-ડેમાં આજે ભારતીય ટીમે એડીચોટીનું બળ લગાવી દીધું હતું અને ધમાકેદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 341 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શિખર ધવને ધમાકેદાર બેટિંગ કરતા 96 રન ફટકારી દીધા હતા. વિરાટ કોહલીએ પણ 78 રન ફટકારી દીધા હતા. કે.એલ.રાહુલે છેલ્લે ફટકાવાળી કરતા 52 બોલમાં 80 રન ફટકારી દીધા હતા.

પરંતુ આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કારણે ભારતીય ટીમને એક ફટકો લાગ્યો હતો અને ભારતીય ટીમને 5 રનની પેનલ્ટી લાગી ગઈ હતી. વાત એવી છે કે, રવિન્દ્ર જાડેજા ડેન્જર એરિયામાં દોડ્યો હતો, જેના કારણે અમ્પાયરે ભારતીય ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવી દીધી હતી. એટલે કે ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની ઇનિંગની શરૂઆત 5 રનથી કરી હતી. એટલે કે ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે 341ની જગ્યાએ 336 રન જ કરવા પડશે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમની જોડી રોહિત શર્મા અને શિખર ધવને સારી શરૂઆત ભારતને અપાવી હતી. બંને વચ્ચે 81 રનની પાર્ટનરશિપ થઇ હતી, પરંતુ 42 રન બનાવીને રોહિત શર્મા આઉટ થઇ ગયો હતો, ત્યાર બાદ આવેલા વિરાટ કોહલીએ ધવનનો સારો સાથ આપ્યો હતો. પરંતુ ધવન 90 બોલમાં 13 ફોર અને 1 સિક્સની મદદથી 96 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

ત્યાર બાદ શ્રેયસ ઐયર બેટિંગ માટે આવ્યો હતો, પરંતુ તે કંઇ ખાસ કમાલ નહોતો કરી શક્યો અને 7 રને આઉટ થઇ ગયો હતો. પરંતુ ત્યાર બાદ કે.એલ.રાહુલે આવીને બાજી સંભાળી હતી. કે.એલ.રાહુલે 52 બોલમાં 80 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 78 રને રમી રહ્યો હતો, ત્યારે એડમ ઝમ્પાનો શિકાર બની ગયો હતો. આજની મેચમાં શામેલ કરવામાં આવેલા મનિષ પાંડે કંઇ કમાલ નહોતો કરી શક્યો, તે 2 રને જ આઉટ થઇ ગયો હતો.

50 ઓવરના અંતે ભારતે 6 વિકેટના નુકસાને 340 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ સારું પ્રદર્શન કરતા 3 વિકેટ્સ લીધી હતા. આ સિવાય રિચર્ડસને 2 વિકેટ્સ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. ભારતને જો આ સીરિઝમાં બન્યું રહેવું હોય તો આજની મેચ જીતવી જરૂરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp