BCCIની ભારતીય ટીમને ચેતવણી, મુંબઇમાં કોઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો...

PC: BCCI

આખો દેશ હાલના સમયમાં કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે અને આ મુશ્કેલ સમયમાં રમત યથાવત રાખવી એ બોર્ડ માટે એક મોટો પડકાર છે. BCCI માટે આ મુશ્કેલ સમયમાં ક્રિકેટ યથાવત રાખવી એ એક મોટો પડકાર છે. પહેલાં જ આ મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે અને હવે આ સંકટ વચ્ચે ભારતીય ટીમે આગામી મહિને ઇંગ્લેડનો પ્રવાસ કરવાનો છે. એવામાં BCCIએ ઇંગ્લેન્ડના પ્રવાસ પર જનારા ભારતીય ખેલાડીઓને સલાહ આપતા કહી દીધું છે કે, મુંબઈ પહોંચ્યા બાદ જો કોઈ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો પોતાને પ્રવાસથી બહાર માની શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ જવા રવાના થતા પહેલાં ભારતીય ટીમે મુંબઇમાં બાયો બબલમાં રહેવું પડશે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભારતીય ટીમના ફિઝિયો યોગેશ પરમારે સલાહ આપી છે કે, મુંબઈ પહોંચવા સુધી ખેલાડીઓએ પોતાને આઇસોલેટ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની હોટેલમાં પહોંચ્યા બાદ પહેલા દિવસે બધા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારનો RT-PCR થશે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશીપ (WTC)ની ફાઇનલ અને ત્યારબાદ મેજબાન ટીમ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ભારતીય ટીમ 2 જૂને ઈંગ્લેન્ડ જવા ઉડાન ભરશે.

એક રિપોર્ટ મુજબ, BCCIના અધિકારીએ કહ્યું કે ખેલાડીઓને જણાવી દેવામાં આવ્યું છે કે, મુંબઈ પહોંચ્યા બાદ જો તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો પોતાનો પ્રવાસ સમાપ્ત માને. કારણ કે, BCCI કોઈ પણ ખેલાડી માટે અન્ય ચાર્ટર ઉડાનની વ્યવસ્થા નહીં કરે. મુંબઈ જવા માટે રવાના થતા પહેલા ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને પરિવારના સભ્યોનો કોરોના ટેસ્ટ થશે અને બે રિપોર્ટ નેગેટિવ આવવા જરૂરી છે. તે એ વાતને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે કે તેઓ કોઈ ઇન્ફેકશન વિના બાયો બબલમાં આવી રહ્યા છે. ખેલાડીઓને મુંબઈ પહોંચવા માટે હવાઈ કે કારથી મુસાફરી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બૂમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, (કે.એલ. રાહુલ અને ઋદ્ધિમાન સાહાને ફિટ થવા પર મળશે જગ્યા.)

સ્ટેન્ડબાય ખેલાડી: અભિમન્યૂ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજાન નાગવાસવાલા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp