ભારતનો બાંગ્લાદેશ સામે 1 ઇનિંગ 130 રનથી ભવ્ય વિજય, આ 2 ખેલાડી રહ્યા ભારતના હીરો

PC: bcci.tv

ઇંદોરમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. ભારતે બાંગ્લાદેશને એક ઇનિંગ અને 130 રનથી હરાવ્યું હતું. આ જીતના હીરોની વાત કરીએ તો મયંક અગ્રવાલ અને મોહમ્મદ શામી આ જીતના હીરો રહ્યા હતા. મયંકે 243 રન અને મોહમ્મદ શામીએ આ મેચમાં 7 વિકેટ્સ લીધી હતી.

બાંગ્લાદેશે પહેલા બેટિંગ લેતા 150 રને જ આખી બાંગ્લાદેશની ટીમ આઉટ થઇ ગઇ હતી. પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી મુશફિકૂર રહિમે હાઇએસ્ટ 43 રન ફટકાર્યા હતા. પહેલી ઇનિંગમાં ભારતીય બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં મોહમ્મ શામીએ 3 વિકેટ્સ અને ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને આર અશ્વિને 2-2 વિકેટ્સ લીધી હતી.

ભારતીય ટીમના ખેલાડીઓએ પહેલી ઇનિંગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્મા 6 રને આઉટ થઇ ગયો હતો, પરંતુ મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી લીધી હતી. મયંક અગ્રવાલે 28 ફોર અને 8 સિક્સની મદદથી 243 રન ફટકારી દીધા હતા. આ સિવાય પૂજારાએ 54 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 0 રને આઉટ થઇ ગયો હતો, પરંતુ અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાએ ઇનિંગને સારો આખરી ઓપ આપ્યો હતો. ભારતે 493 રને ઇનિંગ ડિક્લેર કરીને બાંગ્લાદેશને બીજી ઇનિંગ માટે બેટિંગ માટે બોલાવ્યું હતું.

બીજી ઇનિંગમાંબાંગ્લાદેશની 4 વિકેટ 44 રનમાં જ પડી ગઇ હતી. મોહમ્મદ શામીએ બીજી ઇનિંગમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરતા 4 વિકેટ્સ લીધી હતી. આ સિવાય અશ્વિને 3 વિકેટ અને ઉમેશ યાદવે 2 વિકેટ્સ લીધી હતી. બીજી ઇનિંગમાં ભારતે બાંગ્લાદેશને 213 રને ઓલઆઉટ કરી દીધું હતું અને ટેસ્ટ સીરિઝમાં 1-0થી સરસાઇ મેળવી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp